Cadila CMD Rajiv Modi: કેડીલા ફાર્માસ્યુટિકલના રાજીવ મોદીને મોટી રાહત મળી છે. રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતીએ લગાવેલ આરોપ પ્રમાણે પુરાવા ન મળ્યા હોવાનો પોલીસે દાવો કર્યો છે. એટલે એવું કહી શકાય કે રાજીવ મોદીને ક્લીનચીટ મળી ગઈ છે.
ADVERTISEMENT
અચાનક બલ્ગેરિયન યુવતી ગાયબ
અગાઉ 15 ફેબ્રુઆરીના રોજ સોલા પોલીસ સમક્ષ હાજર થઇ રાજીવ મોદીએ નિવેદન નોંધાવ્યું હતું. હવે આ કેસમાં આજે સૌથી મોટી ખબર સામે આવી છે કે જે બલ્ગેરિયન યુવતીએ તેના પર કથિત રીતે દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો તે અચ્છાનક ગાયબ થઇ ગઈ છે. આ મામલે પોલીસ તપાસ કરી રહી હતી અને 8 સમન્સ બાદ પણ બલ્ગેરિયન યુવતી હાજર ન થતાં અને પુરાવા ન મળતા પોલીસે A સમરીનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો.
શું હતો મામલો?
મૂળ બલ્ગેરિયાની યુવતી 2022માં કેડિલા ફાર્મા કંપનીમાં મેનેજર જ્હોનસન મેથ્યૂઝે નોકરીએ રાખી હતી. યુવતીને ફ્લાઈટ અટેન્ડન્ટ તરીકે રાખ્યા બાદ તેને પર્સનલ આસિસ્ટન્ટ બનાવી દેવામાં આવી. જેમાં તેણે રાજીવ મોદી સાથે પ્રવાસ કરવાનો થતો. ફેબ્રુઆરી 2023માં યુવતીને CMD સાથે ઉદયપુર જવા કહેવાયું. યુવતી મુજબ અહીંથી પાછા આવતા CMDએ ટિપ્પણી કરી કે, એકદમ શરમાળ છે અને તેને મુક્ત કરવી પડશે. તો જમ્મુની ફ્લાઈટમાં પ્રાઈવેટ પ્લેનમાં રાજીવ મોદી અન્ય ફ્લાઈટ અટેન્ડન્ટ સાથે રૂમમાં એકાંતમાં હોવાનું યુવતીએ જણાવ્યું.
ADVERTISEMENT