અમદાવાદ : ગુજરાત ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન થવામાં માત્ર 7 દિવસો સમય બાકી રહ્યો છે. તમામ પાર્ટીઓએ પોતાની શક્તિ આ ચૂંટણીમાં આવી રહી છે. અસમના મુખ્યમંત્રી હેમંત બિસ્વાસરમા પણ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. મંગળવારે અમદાવાદના નરોડા અને દરિયાપુરમાં વિધાનસભા પહોંચ્યા હતા. અહીં તેમણે કહ્યું કે, જ્યારથી પીએમ મોદી વડાપ્રધાન બન્યા છે ત્યારથી પાકિસ્તાનની ગભરાયેલું છે. જો તેઓ અહીં 2 બોમ્બ વિસ્ફોટ કરે તો તેમના ત્યાં 20 બોમ્બ વિસ્ફોટ થાય છે.
ADVERTISEMENT
આસામના મુખ્યમંત્રી હોવા ઉપરાંત ફાયરબ્રાંડ હિંદૂ નેતા છે હેમંતા
આસામના મુખ્યમંત્રી બિસ્વા સરમાએ દિલ્હીમાં થયેલા શ્રદ્ધા મર્ડરનો હવાલો ટાંકતા કહ્યું કે, દેશમાં લવ જેહાદનો કાયદો સમગ્ર દેશમાં લાવવાની જરૂર છે. આજે ભારતનો એક વર્ગ છે, તે વર્ગનો વ્યક્તિ ઇચ્છે તેટલા લગ્ન કરી શકે છે અને ઇચ્છે ત્યારે છુટાછેડા લઇ શકે છે. માટે દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની જરૂર છે. મહિલા સશક્તિકરણ સહિતની વસ્તુઓ ત્યારે જ શક્ય બનશે જ્યારે દેશમાં નરેન્દ્ર મોદી જેવા મજબુત હાથમાં નેતૃત્વ હશે. યુનિફોર્મ સિવિલ કોડ આવ્યા બાદ દરેક નારી સશક્ત હશે.
રાહુલ ગાંધીની સરખામણી સદ્દામ સાથે કરી ચુક્યા છે
અત્રે ઉલ્લેખનીય છે કે, બિસ્વશર્મા અગાઉ રાહુલ ગાંધીની સરખામણ સદ્દામ હુસૈન સાથે પણ કરી ચુક્યા છે. ગુજરાતમાં તેમણે જણાવ્યું કે, એક વ્યક્તિ દાઢી મુછ રાખીને ફરી રહ્યો છે. સદ્દામ હુસૈનની જેમ દાઢી મુછ વધારીને ફરી રહ્યો છે. રાખવો હોય તો ચહેરો ચોખ્ખો રાખો સદ્દામ જેવો ચહેરો રાખવાનો કોઇ અર્થ નથી.
ADVERTISEMENT