ગાંધીનગર : ગુજરાતમાં કોંગ્રેસ વિધાનસભામાં ચૂંટણીમાં પરાજય મેળવ્યા બાદ જાગ્યા છે. ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારા વિરુદ્ધ કાર્યવાહીનો દોર ચાલી રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર રાજ્ય સરકાર પર નિશાન સાધી રહ્યા છે. જગદીશ ઠાકોરે જણાવ્યું કે, રાજ્ય સરકાર અને આ પક્ષના લોકો લોકશાહીમાં માનતા નથી.
ADVERTISEMENT
જગદીશ ઠાકોરે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે સરકાર પર શાબ્દિક તીર ઝાંકતા જણાવ્યું કે, સરકાર નિષ્ફળતાની ટિકા સાંભળી શકતી નથી. ખેલદીલીપુર્વક રમી શકે નહી સરકાર લોકશાહીના મુલ્યોને માનતા નથી. આંદોલનકર્તાઓને સજા મળે તેવા કાયદા સરકાર દ્વારા બનાવવામાં આવી રહ્યા છે. સામાન્ય પોલીસ કોન્સ્ટેબલો IPS અધિકારીઓના ફોન ટેપ કરતા હોય અને તેને સાંભળતા તેવું દેશમાં ક્યાંય બન્યુ નહી હોય. પોલીસ પોતે બુટલેગરોને માહિતી પહોંચાડતી હોય તેવું માત્ર ગુજરાતમાં જ બની શકે. ગુજરાતમાં શૈક્ષણિક, સામાજિક અને તમામ પ્રકારે સ્થિતિ કથળી ચુકી છે. સરકાર વિકાસના બણગા ફુંકે છે.
કોંગ્રેસ હવે જમીની સ્તર અને દરેક નાગરિક સુધી પહોંચવા પ્રતિબદ્ધ
જગદીશ ઠાકોરે જણાવ્યું કે, ગુજરાતમાં હાથ સે હાથ જોડો કાર્યક્રમ શરૂ કરાશે અને તાલુકા કક્ષાએ બે દિવસનો કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવશે. લોકસભાની તૈયારીકોંગ્રેસે શરૂ કરી છે તેમણે જણાવ્યું કે, ચૂંટણી પરિણામ સંદર્ભે સમીક્ષા કરવામાં આવી રહી છે. અમે માત્ર ચર્ચાઓ જ નહી પરંતુ કામ કરીશું અને કોંગ્રેસ કાર્યકરોથી ચાલતું નેતૃત્વ છે.
પક્ષ વિરોધી પ્રવૃતિ કરનાર એખ પણને છોડવામાં નહી આવે
કોંગ્રેસના નેતાઓમાં સસ્પેન્શન અંગે ઠાકોરે જણાવ્યું કે, શિસ્ત સમિતીના ચેરમેન આ અંગે ચર્ચા કરશે. પક્ષ વિરોધી કામ કરનારા લોકોને હટાવી દેવામાં આવશે. નિરંકુશ અશિસ્ત અને મનસ્વી વલણ દર્શાવનારા નેતાઓ અને કાર્યકર્તાઓને કાઢવામાં આવ્યા છે. આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી થવાના કારણે પક્ષના લોકો ખુશ છે. તેઓ પણ અશિસ્તના કારણે પરેશાન છે.
ADVERTISEMENT