ઘરેલુ ગેસના બોટલમાંથી કમર્શિયલ બોટલમાં રિફિલ કરવાનું અમરેલીમાં કૌભાંડ

અમરેલીઃ અમરેલીમાં લાંબા સમયથી ઘરેલુ બોટલમાંથી કોમર્શિયલ બોટલમાં ગેસ રિફિલ કરવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું. આ મામલામાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ગેસ રિફિલિંગ કરતા…

refilling scam

refilling scam

follow google news

અમરેલીઃ અમરેલીમાં લાંબા સમયથી ઘરેલુ બોટલમાંથી કોમર્શિયલ બોટલમાં ગેસ રિફિલ કરવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું. આ મામલામાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ગેસ રિફિલિંગ કરતા એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આ મામલામાં કુલ રૂપિયા 3.83 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દમણઃ સ્પીડમાં આવતું બાઈક ઘૂસી ગયું ટુવ્હીલર પાછળ, જુઓ CCTV

અન્ય બે ફરાર, એકની ધરપકડ
અમરેલીના રાજુલામાં હિંડોરણા ખાતે કોમર્શિયલ ગેસ બોટલમાં રહેણાંકી વિસ્તારમાં ગેસ બોટલ રિફિલ કરવાનું મસ મોટું કૌભાંડ ચાલતું હતું. જેના કારણે મોટો નફો કમાઈ લેવાના આશયથી કામગીરી કરતા એક શખ્સને હવે કાયદાના સકંજામાં આવવાનું થયું છે. પોલીસે આ મામલામાં રાજસ્થાનનો શખ્સ અને અહીં હિંડોરણા ગામે રહેતા સુભાષ બિશ્નોઈ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. આ સાથે પોલીસે રાંધણ ગેસના અલગ અલગ કંપનીના 22 ભરેલા બોટલ અને 53 ખાલી બોટલ ઉપરાંત ગેસ બોટલ રિફિલ કરવા માટે વપરાતી મોટર સહિતનો મુદ્દામાલ કબ્જે કરી લીધો છે. પલીસે આ મામલામાં 3.83 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. જોકે પોલીસ આ કેસમાં સંડોવાયેલા અન્ય બે વ્યક્તિની પણ શોધખોળ કરી રહી છે.

(ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)

    follow whatsapp