હેતાલી શાહ/આણંદ: આણંદ કલેકટરનો અશ્લીલ વિડીયો વાયરલ કરીને હની ટ્રેપનું કાવતરું ઘડનાર 3 આરોપીઓને રવિવારે સવારે રિમાન્ડ માટે કોર્ટમાં રજુ કરાયા હતા. જ્યાં કોર્ટે 22મી ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન તમામ આરોપીઓ સાથે કરવામાં આવ્યું હતું, આ ષડયંત્રમાં સંડોવાયેલા નિવાસી અધિક કલેક્ટર કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જયેશ પટેલ ઉર્ફે જેડી અને એડવોકેટ હરીશ ચાવડાને ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરવા માટે કલેક્ટર કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા. જોકે હનીટ્રેપ મામલે નવો ખુલાસો થયો છે.
ADVERTISEMENT
ઘટનાના રીકન્સ્ટ્રકશન દરમિયાન કલેક્ટર કચેરીના ગેરેજ સુધી તપાસ પહોંચી હતી. આણંદમાં ઝાઈડસ હોસ્પિટલ સામે આવેલા નિશા ઓટો મોબાઈલ નામના ગેરેજની બહાર સ્પાય કેમેરા સહિતના પુરાવા બાળીને નાશ કર્યા હતા. પોલીસની તપાસ નાયબ મામલતદાર જે.ડી.પટેલ સાથે અને સાગરિત હરીશ ચાવડાને લઈ ગેરેજ સુધી પહોંચી હતી, પરંતુ આ ઘટનામાં પુરાવાનો નાશ થયો છે. જેના માટે એફએસએલની પણ મદદ લેવામાં આવી રહી છે. હાલ આણંદ એસપી અને એલસીબી ઘટનાની તપાસ કરી રહ્યા છે.
છેલ્લા કેટલાક દિવસોથી આણંદના કલેક્ટર ડી.એસ.ગઢવીને સસ્પેન્ડ કરવાનો મામલો ચર્ચામાં છે, જે કેસમાં ડી.એસ.ગઢવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, તે મામલો કલેક્ટર કચેરીમાં કલેક્ટરની કેબિનમાં ટીવીની નીચે લગાવેલા સ્પાય કેમેરાનો હતો. મહિલા સાથે અશ્લીલ હરકતો કરી હતી. પરંતુ થોડા દિવસ પહેલા આ વિડીયો વાયરલ થયો હતો અને આ વિડીયો અંગે ગાંધીનગર સરકારમાં ફરિયાદ થતા જ મામલો પ્રકાશમાં આવ્યો હતો. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે, આ ઘટનાને અંજામ આપનાર અન્ય કોઈ વ્યક્તિ નહી , પરંત કેતકી વ્યાસ, નાયબ મામલતદાર હરીશ ચાવડા હતા જેઓ આણંદ કલેક્ટર કચેરીમાં કામ કરતા હતા.
જેમણે જમીનના કેટલાક કામો પતાવવા માટે આ પ્લાન બનાવ્યો હતો. પરંતુ અમદાવાદ એટીએસે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરી ત્રણેય આરોપીઓને પકડી આણંદ એલસીબીમાં લાવ્યા હતા, જ્યાં ત્રણેય સામે ફરિયાદ નોંધી પોલીસે રવિવારે કોર્ટમાં ત્રણેયના 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે માત્ર બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. 22મીએ 11 વાગ્યા સુધીની રીમાન્ડ ને મંજુરી આપવામાં આવી છે. તે સમયે કોણ કોણ સંડોવાયેલ હતું, આજે સમગ્ર ઘટના કેવી રીતે બની તે જાણવા સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
ત્યારે ખબર પડી કે જે.ડી.પટેલ અને હરીશ ચાવડાણે આણંદની ઝાયડસ હોસ્પિટલ પાસેના એક ગેરેજની બહાર તમામ પુરાવા સળગાવી દીધા હતા. જેમાં સીસીટીવી ફૂટેજ અને કેટલાક દસ્તાવેજો હતા. જેના કારણે એફએસએલ ટીમની મદદ પણ લેવામાં આવી હતી. આ સાથે રિકન્સ્ટ્રકશન દરમિયાન પોલીસે જયેશ પટેલનું લેપટોપ અને સી.પી.યુ પણ કબજે કર્યું છે.
ADVERTISEMENT