Collector and Land Mafia: ‘જમીન કોની છે તે કોર્ટનો મામલો’ કલેક્ટર સામે થયેલી ફરિયાદો મામલે તેમણે કહ્યું

Collector and Land Mafia: સાબરકાંઠાના તલોદમાં જમીન વિવાદ હાલ ચરણ સીમાએ છે ત્યારે સાબરકાંઠા જિલ્લા કલેકટર IAS Naimesh Daveએ આજે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું…

gujarattak
follow google news

Collector and Land Mafia: સાબરકાંઠાના તલોદમાં જમીન વિવાદ હાલ ચરણ સીમાએ છે ત્યારે સાબરકાંઠા જિલ્લા કલેકટર IAS Naimesh Daveએ આજે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે તલોદના વતની તેમજ હાઇકોર્ટમાં ફરજ બજાવતા ફરિયાદીએ કરેલા તમામ આક્ષેપો પાયા વિહોણા છે. તેમજ એક જ જમીનના થયેલા દસ્તાવેજ ઉપર ફરીથી દસ્તાવેજ કરી જમીન પોતાના નામે કરાવવા મામલે પ્રાંતિજ સેશન કોર્ટમાં હજી પણ કેસ યથાવત છે. આ મામલે જમીનની માલિકી નક્કી કરવાનું કામ કોર્ટનું છે. સાથોસાથ આજદિન સુધી આ જમીન કોઈપણ વ્યક્તિના નામે થઈ નથી. ઉલ્લેખનીય છે કે આ અંગે અગાઉ થયેલી ઉચ્ચ કક્ષાની ફરિયાદોને લઈને ભારે ઉહાપોહ મચ્યો હતો. કલેક્ટર, પ્રાંત અધિકારી સહિતનાઓ જમીન વિવાદન લઈને નક્કર કાર્યવાહી કરવાની માગ પણ કરવામાં આવી હતી.

Surat News: સુરતના સાંધેર ગામની જર્જરિત શાળાનો વિવાદ HC પહોંચ્યો, પંચાયત ભવન બનાવવા બજેટ, સ્કૂલ માટે નહીં..!

સાબરકાંઠા સેશન કોર્ટમાં દીવાની કેસ ચાલુ

તેમણે કહ્યું કે, સાબરકાંઠાના તલોદમાં 15 વીઘા જેટલી જમીન સ્થાનિક ખેડૂત પાસેથી અન્ય ખેડૂતોએ 2015માં ખરીદી હતી તેમજ જે તે સમયે તે અંગેના સ્ટેમ્પ ઉપર બાનાખત પણ કરાયું છે. જોકે ત્યાર પછી ખેતર માલિક દ્વારા વેચાણ કરાયેલા ખેડૂતોને જમીન નામે થઈ શકી નથી. તેમ જ આ મામલે પ્રાંતિજ નાયબ કલેક્ટર સહિત સેશન કોર્ટમાં પણ આ મેટર ચાલી રહી છે. સાથોસાથ આ મામલે જે તે સમયે સ્થાનિક અખબારમાં પણ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. જોકે 2022માં ફરિયાદીએ વેચાણ થયેલી જમીન ફરીથી ખરીદી છે. જેના પગલે જમીનનો મૂળ માલિક કોણ તે નક્કી ન થતા પ્રાંતિજ ના કલેક્ટર સહિત સાબરકાંઠા જિલ્લા ચીટનીશ તેમજ જિલ્લા સમાહર્તા સામે રજૂઆત કરાઈ હતી. જેમાં પ્રાંતિજ સેશન કોર્ટમાં આ મામલે દીવાની કેસ ચાલતો હોવાના પગલે જમીન કોની તે હજુ સુધી નક્કી થઈ શક્યું નથી. તેમ જ આ નક્કી કરવાની જવાબદારી સેશન કોર્ટની છે જેના પગલે આજ દિન સુધી જમીન કોની તે પણ નક્કી થઈ શક્યું નથી. સાથોસાથ છેલ્લા આઠ વર્ષથી આ જમીન કોઈના નામે પણ થઈ નથી, ત્યારે ફરિયાદી દ્વારા કરાયેલા આક્ષેપો તદ્દન પાયા છે. તેમજ આગામી સમયમાં મામલે પ્રાંતિજ સેશન કોર્ટ દ્વારા જે તે વ્યક્તિ નક્કી થશે તેના નામે જમીન કરવા વહીવટી તંત્ર કટિબંધ છે.

    follow whatsapp