Weather update: સુસવાટા મારતા પવનો સાથે શરૂ થયો ઠંડીનો વધુ એક રાઉન્ડ, હવામાન વિભાગે કરી આગાહી

રાજ્યમાં આજથી ફરી ઠંડીનો એક રાઉન્ડ આગામી ત્રણ દિવસ ઠંડીની આગાહી કરવામાં આવી કચ્છનું નલિયા અને બનાસકાંઠાનું ડીસા સૌથી ઠંડાગાર Gujarat Weather update: રાજ્યમાં આજથી…

Gujarat Weather update

Gujarat Weather update

follow google news
  • રાજ્યમાં આજથી ફરી ઠંડીનો એક રાઉન્ડ
  • આગામી ત્રણ દિવસ ઠંડીની આગાહી કરવામાં આવી
  • કચ્છનું નલિયા અને બનાસકાંઠાનું ડીસા સૌથી ઠંડાગાર

Gujarat Weather update: રાજ્યમાં આજથી ફરી ઠંડીનો એક રાઉન્ડ જોવા મળશે. હવામાન વિભાગની આગાહી મુજબ ત્રણ દિવસ ઠંડીની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુસાર, પવનની ગતિ વધતા તાપમાનનો પારો ગબડી શકે છે અને પવનની ગતિ 20 થી 30 કિમીની રહેશે.

આ શહેર રહ્યું સૌથી ઠંડાગાર

ગુરુવારે કચ્છનું નલિયા અને બનાસકાંઠાનું ડીસા સૌથી ઠંડાગાર રહ્યા. આ બંને શહેરમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો રાજકોટ અને કેશોદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 18 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં આગામી પાંચ દિવસ લઘુતમ તાપમાન 16થી 18 રહેશે. તો અમરેલી 17.7 ડિગ્રી, વડોદરામાં 18.4 અને ભાવનગર-સુરતમાં 19 ડિગ્રી સરેરાશ તાપમાન જોવા મળ્યું.

ફરી ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે

હવામાન વિભાગ અનુસાર, પહાડો પર પડી રહેલા બરફ અને ઠંડા પવનોને કારણે મેદાની વિસ્તારોમાં પણ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. આગામી 4 થી 5 દિવસમાં દિલ્હી અને આસપાસના શહેરોમાં વરસાદની સંભાવના છે. વરસાદની સાથે લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો જોવા મળશે. આવી સ્થિતિમાં ફરી ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે.

    follow whatsapp