ગુજરાતમાં વર્તાયો ગુલાબી ઠંડીનો ચમકારો, નલિયામાં પારો ગગડ્યો તો વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકો અટવાયાં

Gujarat Weather Update: દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત ખતરનાક ઠંડી પડી રહી છે. દેશની રાજધાનીમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું છે. માત્ર દિલ્હીમાં જ…

gujarattak
follow google news

Gujarat Weather Update: દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત ખતરનાક ઠંડી પડી રહી છે. દેશની રાજધાનીમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું છે. માત્ર દિલ્હીમાં જ નહીં પરંતુ સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીની આ સ્થિતિ જ છે. ત્યારે હવે ગુજરાતમાં પણ ઠંડીની મોસમ જામી છે. આજે વહેલી સવારે તો ઝાકળ અને ઠંડીથી લોકો રીતસરના ધ્રુજી ઉઠ્યા હતા. વહેલી સવારે સ્કૂલે જતા બાળકો ગરમ ટોપી અને સ્વેટરમાં સજ્જ જોવા મળ્યા હતા.

બરફીલા પવનના કારણે લોકો ધ્રુજી ઉઠ્યા

રાજ્યમાં ગઈકાલ રાતથી જ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાના કારણે ગુજરાતમાં કડકડતી ઠંડી પડી રહી છે. ઉત્તરપૂર્વીય ઠંડા પવનની અસરને કારણે ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. બરફીલા પવનના કારણે લોકો ધ્રુજી ઉઠ્યા છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાઈ હતી. રાજ્યના કેટલાક વિસ્તારોમાં હિલ સ્ટેશન જેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.

વિઝિબિલિટી ઘટતા કારચાલકો મુશ્કેલીમાં મુકાયા

કડકડતી ઠંડી વચ્ચે ગુજરાતના અનેક શહેરમાં ગાઢ ધુમ્મસ છવાઈ હતી. હાઈવે પર ધુમ્મસ હોવાથી વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.વિઝિબિલિટી ઓછી હોવાથી કારની લાઈટ ચાલી રાખવાની ફરજ પડી હતી. વિઝિબિલિટી ઓછી હોવાથી વાહનચાલકો કારની લાઈટ ચાલુ રાખીને કાર ચલાવવા મજબૂર બન્યા હતા. તો બીજી બાજુ ધુમ્મસના કારણે શાકભાજી પકવતા ખેડૂતોની ચિંતા વધી છે. ખેડૂતોનાં પાકમાં ફૂગ જન્ય રોગ વધવાની શક્યતા છે.

આજે ફરી ધ્રુજી ઉઠ્યા નલિયાવાસીઓ

આજે સતત બીજા દિવસે નલિયામાં ઠંડીનો પારો 9 ડિગ્રીથી નીચે નોંધાયો છે. આજે 8.8 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. તો આજે અમદાવાદમાં 15થી 16 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે.

    follow whatsapp