અમદાવાદઃ ગુજરાતમાં સતત ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં થોડોઘણો વધારો નોંધાઈ શકે છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો અહીં સવારે ઓછી ઠંડી પડી રહી છે પરંતુ રાત્રે પારો 10 ડિગ્રીને આસપાસ પહોંચી જાય છે. જે આગામી સમયમાં ઘટી શકે છે. જોકે કેટલાક દિવસોમાં આવી જ ઠંડી પડી શકે છે. ગાંધીનગર અત્યારે ઠંડુગાર થઈ ગયું છે. જાણો વિગતવાર માહિતી..
ADVERTISEMENT
આ પણ વાંચો… રાતના સમયે ગામના મકાનમાં આગ લાગી, સ્થાનિકની ઘરવખરી બળીને ખાખ થતા ચકચાર
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે એક-બે દિવસ સુધીના આંકડાઓ પર નજર કરીએ તો ગુજરાતમાં મધ્ય ભાગના શહેરોમાં ઠંડીનો પારો ગગડ્યો છે. જોકે, કચ્છના વિસ્તારોમાં ઠંડી વધારે પડી રહી હોવાનું સામે આવ્યું છે. મધ્ય ગુજરાતમાં ગાંધીનગર, અમદાવાદ સહિતના શહેરોમાં ઠંડીનો પારો બેથી ત્રણ ડિગ્રી સેલ્સિલય સુધી નીચો ગયો હતો. જ્યારે બીજીબાજુ નલિયામાં ગુરુવારની તુલનાએ ઠંડી ઘટીને 11.6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
- ગુજરાતમાં સરેરાશ તાપમાન 13થી 10 ડિગ્રી ઉપર નોંધાયું હતું.
- ગુજરાતનું સૌથી ગરમ શહેર તરીકે દ્વારકા નોંધાયું છે. અહીં 14.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
આ પણ વાંચો…જાન લઈને નીકળેલા વરરાજાની ગાડી સામે આવ્યો સિંહ, જાણો પછી શું થયું; વીડિયો વાઈરલ
ગાંધીનગરમાં પારો ગગડ્યો
રિપોર્ટ્સ આધારે ગત દિવસોમાં ગાંધીનગરમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. અહીં લઘુત્તમ તાપમાન 9.7 નોંધાયું છે. આ દરમિયાન ગાંધીનગર પણ હવે ઠંડુગાર થઈ ગયું છે. આગામી સમયમાં પણ અહીં ઠંડી વધારે પડી શકે એવી ધારણા છે.
ADVERTISEMENT