આચાર સંહિંતાનો ચુસ્ત અમલ પહેલા આપણી કચેરીથી શરૂ કરો પછી આપો આપ જાગૃત્તિ આવશેઃ સુરત કલેક્ટર

સુરતઃ ગુજરાતમાં ચૂંટણી જાહેરાત સાથે જ આદર્શ આચાર સંહિત્તા લાગુ કરવામાં આવી છે. આ સમયે સુરતના કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કેટલીક…

gujarattak
follow google news

સુરતઃ ગુજરાતમાં ચૂંટણી જાહેરાત સાથે જ આદર્શ આચાર સંહિત્તા લાગુ કરવામાં આવી છે. આ સમયે સુરતના કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કેટલીક મહત્વની બાબતો પર વાત કરવામાં આવી હતી. કલેક્ટર કચેરી સભાખંડ ખાતે અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આયુષ ઓક દ્વારા જણાવાયું હતું કે, આદર્શ આચાર સહિંતાચુસ્ત અમલ માટે આપણે સૌ પોતાની કચેરીથી શરૂઆત કરવાની રહેશે અને ત્યારબાદ આપોઆપ જાગૃતિ આવશે.

રાજકીય પ્રવૃત્તિ માટે સરકારી મકાનો-શાળા-કોલેજના ઉપયોગ પર રોક લગાવોઃ કલેક્ટર
તેમણે આ દરમિયાન કેટલાક ખાસ સૂચનો પણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, સરકારી કચેરીમાંથી કોઇપણ પ્રકારનું પ્રચારનું સાહિત્ય-સરકારી કલેન્ડર, વેબસાઇટ ઉપર મહાનુભવોના ફોટોગ્રાફ આ બંધુ તુરંત દુર કરાવો અને આચાર સહિંતા નોડલ ઓફિસરને રિપોર્ટ કરવો. રાજકીય પક્ષો માટે સરકીટ હાઉસ, સરકારી આવાસ, વિશ્વામગૃહ ઉપર આચાર સંહિતનો અમલ આવે છે. પદાધિકારીઓ પોતાના સરકારી વાહનોનો ઉપયોગ કરી શકશે નહીં. રાજકીય પ્રવૃતિ માટે સરકારી મકાનો શાળા કોલેજના મકાનોનો ઉપયોગ ઉપર રોક લાગુ પડે છે.

નાણાકીય હેરફેર રોકવા ફલાઇંગ સ્કોડ કાર્યરત
તેમણે આ ઉપરાંત કહ્યું હતું કે, રાજ્ય સરકારી દ્વારા સંપુર્ણ અથવા આંશિક નાણાકીય સહાય મેળવતી કોઇપણ નાણાકીય સંસ્થાએ કોઇપણ વ્યકિત કે કંપનીને આપેલી લોન આચાર સંહિતાનો અમલ કરવાના સમયગાળા દરમિયાન માંડવાળ કરી શકાશે નહીં. તે જ રીતે આવી નાણાકીય સંસ્થાઓએ લોન આપવાની રકમની જે મર્યાદા નક્કી કરી છે તે મર્યાદા આચાર સંહિતાનો અમલ કરવાના સમયગાળા દરમિયાન વધારી શકાશે નહીં. ચૂંટણી દરમિયાન સત્તાધારી પક્ષના હિતોને મદદરૂપ થાય તે હેતુથી રાજકીય સમાચારોનો અને સિદ્ધિઓના પ્રચારની જાહેરાત વર્તમાન પત્રો તથા અન્ય માધ્યમો દ્વારા સરકારી ખર્ચ/જાહેર નાણા દ્વારા ન કરવામાં આવે, તેમજ સરકારી માધ્યમનો દુરુપયોગ ન થાય તે આચારસંહિતાના નોડલ ઓફિસરની ટીમ તેમજ નાણાકીય હેરફેર રોકવા ફલાઇંગ સ્કોડ કાર્યરત છે. વિસ્તારની સરહદો ઉપર ચેક પોસ્ટ પણ કાર્યરત છે. તેમજ ચૂંટણીલક્ષી જાહેરાત કરતાં પહેલા મીડીયા સર્ટીફીકેશન અને મોનીટરીંગ કમિટી પાસે પરવાનગી લેવાની રહશે.

પોલીસ કમિશનર અને પોલીસ અધિકારીઓ બેઠકમાં હાજર
તેમણે કહ્યું કે, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, કોલેજો, વ્યવસાયિક શિક્ષણ આપતા સંકુલો, મકાનો સ્થળોનો ઉપયોગ સામાન્ય સંજોગોમાં કોઇપણ રાજકીય પ્રવૃત્તિ માટે થઇ શકશે નહીં. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરએ પોલીસ કમિશ્નર અને પોલિસ અધિકારીઓ સાથે પણ બેઠક કરી હતી. આ બેઠકમાં જિલ્લાના તમામ નોડલ ઓફિસર-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    follow whatsapp