Jamnagar News: રાજ્યમાં બહારના ભોજનમાં જીવડા નીકળવાની ઘટનાઓ અચાનક વધવા લાગી છે. તાજેતરમાં અમદાવાદમાં લાપીનોઝના પીઝામાં જીવાત નીકળી હતી. બાદમાં જામનગરમાં ગઈકાલે આઈસક્રિમમાં વંદો નીકળ્યો હતો. હવે જામનગરમાં પિઝામાંથી વંદો મળી આવ્યો છે. જે બાદ ગ્રાહકે આ અંગે ફરિયાદ કરી હતી.
ADVERTISEMENT
પિઝામાં વંદો નીકળ્યો
જામનગરમાં આવેલા યુ.એસ પિઝા ઝોનમાં એક્સ આર્મી મેન પી.પી ગોસ્વામી પરિવાર સાથે શનિવારે રાત્રે જમવા માટે ગયા હતા. જ્યાં પિઝા ખાતા દરમિયાન અચાનક તેમની તેમાં કોઈ જીવાત પર પડી હતી. જે વંદો હોવાનું જણાવા તેમણે દુકાનદારને આ અંગે ફરિયાદ કરી હતી. જે બાદ તેણે માફી માગી લીધી. પી.પી ગોસ્વામી જામનગરમાં JMCમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે, આથી તેમણે સ્ટેન્ડિંગ કમિટીમાં આ અંગે ફરિયાદ કરી હતી.
5 દિવસ માટે આઉટલેટ સીલ કરાયું
જે બાદ FSLની ટીમ આજે યુ.એસ પિઝાના આઉટલેટમાં તપાસ કરવા માટે ટીમ સાથે પહોંચ્યા હતા અને આઉટલેટમાં રહેતી ખાદ્ય સામગ્રીની સ્થિતિ તથા સાફ-સફાઈની તપાસ કરી હતી. જેમાં આઉટલેટમાં સ્વચ્છતા ન જળવાતી હોવાથી હાલ તેને 5 દિવસ માટે સીલ કરી દેવામાં આવ્યું છે. આઉટલેટના માલિક દ્વારા કીચનમાં દવાનો છંટકાવ કરી, પાણીના સેમ્પલનો રિપોર્ટ તથા સ્વસ્છતા જળવાય તેની ખાતરી કરતું સર્ટિફિટેક મેળવ્યા બાદ જ આઉટલેટને ફરી ખોલવામાં આવશે.
(ઈનપુટ: દર્શન ઠક્કર, જામનગર)
ADVERTISEMENT