CNG ની કિંમતમાં ઘટાડો, ટોરેન્ટ ગેસે CNG અને PNG ની કિંમતમાં મોટો ઘટાડો કર્યો

અમદાવાદ : ગુજરાત ગેસની કિંમતોમાં સતત વધારો થવાને કારણે લોકોને મોંઘવારીનો ઝટકો અનુભવાઇ રહ્યો છે, જો કે 15 દિવસના અંતેર જ અદાણી અને ટોરેન્ટ ગેસે…

gujarattak
follow google news

અમદાવાદ : ગુજરાત ગેસની કિંમતોમાં સતત વધારો થવાને કારણે લોકોને મોંઘવારીનો ઝટકો અનુભવાઇ રહ્યો છે, જો કે 15 દિવસના અંતેર જ અદાણી અને ટોરેન્ટ ગેસે CNG ની કિંમતમાં ફરી ઘટાડો કરી દીધો છે. ગુજરાતમાં કહેવત છે કે, એકવાર જે વસ્તુનાં ભાવ વધે તે પછી ક્યારે ઘટતા નથી જો કે આ ઉક્તિને ખોટી ઠેરવતી પહેલ ગુજરાત ગેસ દ્વારા કરવામાં આવ્યો છે. અગાઉ 4 ઓગસ્ટે 1.49 અને 2 ઓગસ્ટે 1.99 રૂપિયાનો વધારો કર્યો હતો. હવે ભાવમાં ઘટાડો થતા નવો ભાવ 83.90 રૂપિયા થઇ ચુક્યો છે. આ ઉપરાંત ટોરેન્ટ ગેસ દ્વારા પણ CNG અને PNG ગેસની કિંમતમાં 5 રૂપિયાનો ઘટાડો કર્યો છે.

સામાન્ય વર્ગના લોકોને મોંઘવારીમાંથી આંશિક રાહત મળશે
ગુજરાત ગેસની કિંમતમાં સતત વધારો થતા સામાન્ય વર્ગના લોકો માટે એક સાંધો ત્યાં તેર તુટે તેવી સ્થિતિ છે. સીએનજીની કિંમતમાં સતત વધારો થતો હોવાથી વાહનચાલકોને હાલાકીનોસામનો કરવો પડી રહ્યો છે. પેટ્રોલપંપ એસોસિએશનના જણાવ્યા અનુસાર અદાણી ગ્રુપ દ્વારા બીજી ઓગસ્ટે CNG ના ગેસમાં 1.99 રૂપિયાનો વધારે જાહેર કરાયો હતો. અગાઉ પણ અદાણીએ 3.48 નો ભાવ વધારો કર્યો હતો.

અદાણી ગેસ દ્વારા 5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો
જો કે અદાણી દ્વારા ગેસની કિંમતમાં ઘટાડો કરવામાં આવતા હવે સીએનજી ગેસ 83.90 રૂપિયા હશે. જે અત્યાર સુધી 87.38 ની ટોચ સુધી અડીને આવ્યો છે. આના કારણે પેટ્રોલ અને સીએનજીમાં જાજો ફરક નહી રહેતા આખરે કીટધારકોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો હતો. ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થવાના કારણે તમામ જીવન જરૂરી ચીજવસ્તુઓની કિંમતોમાં વધારો થયો હતો.

    follow whatsapp