અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલ બ્રેઈન સ્ટ્રોક આવ્યા બાદ હાલમાં મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હોસ્પિટલ દ્વારા અનુજ પટેલના સ્વાસ્થ્યને લઈને હેલ્થ બુલેટિન બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ હવે અનુજ પટેલની સ્થિતિ સારી છે. તેઓને વેન્ટિલેટર પરથી હટાવી લેવામાં આવ્યા છે અને તેઓ વાતચીત કરી શકે છે. હવે તેમને મુંબઈની કોકિલાબહેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવશે. જ્યાં તેમની ફિઝિયોથેરાપીની સારવાર કરવામાં આવશે. આ માટે કોકિલાબહેન હોસ્પિટલના ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા હિન્દુજા હોસ્પિટલમાં આવીને દર્દીની મુલાકાત પણ લેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ADVERTISEMENT
30 એપ્રિલે અનુજ પટેલને બ્રેઈનસ્ટ્રોક આવ્યો હતો
ખાસ છે કે, અનુજ પટેલને 30 એપ્રિલ અચાનક બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. જે બાદ તેમને અમદાવાદની વૈષ્ણોદેવી સર્કલ નજીકની કે.ડી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સર્જરી કરાઈ હતી અને બાદમાં એર એમ્બ્યુલન્સથી મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. અહીં ફરીથી તેમની બ્રેઈન સર્જરી કરવામાં આવી હતી.
ત્યારથી અનુજ પટેલ હિન્દુજા હોસ્પિટલમાં એડમિટ છે. હવે તેમના સ્વાસ્થ્યમાં સુધારો આવતા તેમને વેન્ટિલેટર પરથી હટાવી લેવામાં આવ્યા છે. ત્યારે હવે આગળની સારવાર ફિઝિયોથેરાપી ટ્રિટમેન્ટ દ્વારા કરવામાં આવશે.
ADVERTISEMENT