શહીદ જવાન મહિપાલસિંહ વાળાને CM એ શ્રદ્ધાંજલી અર્પી, પરિવારનો હૃદયદ્રાવક આક્રંદ

અમદાવાદ : જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે શુક્રવારે સાંજે થયેલી અથડામણમાંસેનાના ત્રણ જવાનો વિરગતિને પામ્યા હતા. જેમાં મુશ સુરેન્દ્રનગરના મોજીદડ ગામના રહેવાસી અને હાલમાં…

Mahipal sinh Vala

Mahipal sinh Vala

follow google news

અમદાવાદ : જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે શુક્રવારે સાંજે થયેલી અથડામણમાંસેનાના ત્રણ જવાનો વિરગતિને પામ્યા હતા. જેમાં મુશ સુરેન્દ્રનગરના મોજીદડ ગામના રહેવાસી અને હાલમાં અમદાવાદ રહેતા મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળાનો પણ સમાવેશ થાય છે. હવાઇ માર્ગથી શહીદનો પાર્થિવ દેહ અમદાવાદ ખાતે લવાયો હતો. ખુબ જ નાની ઉંમરે દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા જવાનનો પાર્થિવ દેહ જ્યારે પહોંચ્યો ત્યારે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી હતી. મહિપાલસિંહ વાળાને શ્રદ્ધાંજલી પાઠવવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ તેમના ઘરે પહોંચ્યા હતા.

આતંકવાદીઓ સામે લડતા લડતા શહીદ થયા મહિપાલસિંહ

સુરેન્દ્રનગર જિલ્લાના મોજિદડ ગામના મુળ વતની તેવા મહિપાલસિંહ વાળા ઇન્ડિયમ આર્મીમાં જમ્મુ કાશ્મીરના કુલગામમાં ફરજ પર હતા. દરમિયાન આતંકવાદીઓ સાથે થયેલા સંઘર્ષમાં શહિદ થયા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આ શહિદ જવાનના વિરાટ નગર ખાતેના ઘરે શ્રદ્ધાંજલી પાઠવવા માટે પહોંચ્યા હતા. તેમના શોકસંતપ્ત પરિવારને સાંત્વના પાઠવી અને સરકાર તરફથી તમામ શક્ય મદદ પહોંચાડવાની બાંહેધરી આપી હતી. મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ પહોંચ્યા હતા.

શહીદ જવાનને મહિપાલસિંહ વાળાને ગાર્ડ ઓફ ઓનર અપાયું

શ્રીનગરમાં શહીદ મહિપાલસિંહ વાળાને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. હવાઇમાર્ગથી શહીદ જવાનના દેહને અમદાવાદ એરપોર્ટ ખાતે લવાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, એક મહિના પહેલા જ શહિદ જવાનના પત્નીનું શ્રીમંત થયું હતું. ટુંક જ સમયમાં તેમના ઘરે પારણું બંધાવા જઇ રહ્યું છે. જો કે સંતાનનું મોઢુ જોઇ શકે તે પહેલા જ તેમણે આતંકવાદીઓ સામે લડતા દુશ્મનના દાંત ખાટા કરીને વિરગતિને પામ્યા હતા.

    follow whatsapp