G20 Summit 2023: દિલ્હીમાં આજથી G20 સમિટની શરૂઆત થઈ ગઈ છે. પ્રગતિ મેદાનમાં બનેલા ભારત મંડપમમાં PM મોદીએ વિશ્વના ટોચના નેતાઓનું સ્વાગત કર્યું હતું અને સમિટની શરૂઆત કરાવી હતી. આ સમિટમાં આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ દ્વારા વિશેષ રાત્રિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ રાજ્યના મુખ્યમંત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. એવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આજે દિલ્હી જશે.
ADVERTISEMENT
ડેલીગેટ્સ માટે રાષ્ટ્રપતિ ભવનમાં ડિનરનું આયોજન
રાષ્ટ્રપતિ ભવન ખાતે તમામ ડેલીગેટ્સના ડિનર સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે કેન્દ્ર સરકારના મંત્રીમંડળ તથા ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે. આ માટે તમામ રાજ્યના મુખ્યમંત્રીઓને પણ આમંત્રણ અપાયું છે. જોકે કેટલાક રાજ્યના મુખ્યમંત્રીઓએ રાત્રિભોજનમાં સામેલ થવાની ના પાડી હતી. પરંતુ CM ભૂપેન્દ્ર પટેલ રાષ્ટ્રપતિ ભવન ખાતે ડિનરમાં હાજરી આપવા પહોંચશે. આ માટે તેઓ બપોરે દિલ્હી જવા રવાના થશે.
PM મોદીએ આજે ભારત મંડલમમાં G-20 સમિટના પ્રથમ સત્રની શરૂઆત કરાવી હતી. દરમિયાન તેમણે કહ્યું હતું કે, આજે આપણે જ્યાં ભેગા થયા છીએ ત્યાંથી થોડા કિલોમીટર દૂર એક અઢી હજાર વર્ષ જૂનો સ્તંભ છે. તેના પર પ્રાકૃતિક ભાષામાં લખ્યું છે કે ‘માનવતાનું કલ્યાણ હંમેશા સુનિશ્ચિત કરવું જોઈએ’. અઢી હજાર વર્ષ પહેલા ભારતની ધરતીએ સમગ્ર વિશ્વને આ સંદેશ આપ્યો હતો. 21મી સદીનો આ સમય સમગ્ર વિશ્વને એક નવી દિશા આપવા જઈ રહ્યો છે. દુનિયા આપણી પાસેથી નવા ઉકેલની માંગ કરી રહી છે. તેથી, આપણે આપણી તમામ જવાબદારીઓ નિભાવીને આગળ વધવું પડશે.
ADVERTISEMENT