અમદાવાદઃ હાલમાં જ ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે અને લગભગ એકાદ સપ્તાહમાં તેની જાહેરાત થાય તેવા અંદેશા આવી રહ્યા છે. આ દરમિયાનમાં રાજકીય પાર્ટીઓ જેટલી જનતાની વચ્ચે જઈ રહી છે તેટલી જ ઓનલાઈન પણ જનતાને પોતાની તરફ લાવવા વિવિધ ચર્ચાઓનો માહોલ શરૂ કરી રહી છે. હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ભરપુર વાયરલ થવા લાગ્યો છે જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એક બ્લેક કલરની કારમાં બેસવાનો પ્રયત્ન કરે છે પરંતુ તે બેસી શકતા નથી અને પછી તેઓ કારની સાથે સાથે ચાલે છે તેવું વીડિયોમાં જોવા મળી રહ્યું છે. જોકે ભાજપના પ્રવક્તાએ પણ આ વીડિયો અંગે કેટલીક વાત કરી છે જે અહીં દર્શાવી છે. પહેલા જુઓ વીડિયો
ADVERTISEMENT
સોશિયલ મીડિયામાં થઈ રહી છે આવી કમેન્ટ્સ
જોકે આ વીડિયો હાલ ક્યાંનો છે અને વીડિયોની વધુ વિગતો શું છે તેના વિષય પર વધુ વિગતો મળી રહી નથી પરંતુ આ વીડિયોનો હાલ આમ આદમી પાર્ટીનું આઈટી સેલ અને કોંગ્રેસના કાર્યકરો સોશિયલ મીડિયામાં પોસ્ટિંગ કરી રહ્યા છે. આ સાથે જ સોશિયલ મીડિયા પર એવી કમેન્ટ્સ જોવા મળી રહી છે કે ગુજરાતના મુખ્યમંત્રીને વડાપ્રધાનના કાફલામાં કારમાં જગ્યા ન મળી, કે પછી તેમને ચાલતા ગાર્ડ્સ સાથે જવું પડ્યું. વગેરે વગેરે, આવો જોઈએ આ વીડિયો.
જાણો ભાજપે શું કહ્યું
આ મામલે ભાજપના અગ્રણી નેતા અને પ્રવક્તા એવા યગ્નેશ દવેએ ગુજરાત તક સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનના પ્રવાસ દરમિયાન પીએમ પ્રોટોકોલ હોય, તેમની સાથે કોણ બેસશે અને કોઈ પ્રવાસ ખેડે છે તે તે પ્રમાણે નક્કી થતું હોય છે. ઘણી વખત વડાપ્રધાન અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સાથે સફર કરેલી જ છે, આમાં નિમ્ન કક્ષાની રાજનીતિ કરે તે આમ આદમી પ્રાર્ટી જ હોઈ શકે. આ વીડિયો લગભગ રાજકોટનો છે તેના વિશે મને કાંઈ ખાસ ખ્યાલ નથી.
ADVERTISEMENT