અરવલ્લીઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મોડાસા ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી છે. આ દરમિયાન તેમણે રાજ્યને સંબોધિત કરતા મોટી મોટી જાહેરાત કરી હતી. આ દરમિયાન ધ્વજવંદન સમયે હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી. ત્યારપછી સંબોધન કરતા ભૂપેન્દ્ર પટેલે વિકાસના પંથે ગુજરાતને આગળ વધારવા માટેના સંકલ્પોને વાગોળ્યા હતા. ત્યારે જ નરેન્દ્ર મોદીના પથ પર વિકાસ આગળ વધે એની ખાતરી પણ આપી હતી. વળી સરદાર સાહેબના પદચિહ્નો પર આરોગ્ય-શિક્ષણ ક્ષેત્રે ગુજરાતને આગળ વધારવાની વાત પણ કરી હતી.
ADVERTISEMENT
ગુજરાતનાં સરદાર સાહેબ અને ગાંધીજીના આઝાદીમાં યોગદાન મહત્ત્વપૂર્ણ રહ્યા- CM ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યને સંબોધિત કરતા જણાવ્યું કે દેશની આઝાદીમાં આપણા ગુજરાતના અનેક સ્વાતંત્ર્ય વીરોની સાથે સાથે સરદાર સાહેબ અને ગાંધીજીનું યોગદાન મહત્ત્વપૂર્ણ રહ્યું હતું. તેમણે આઝાદીનો મોરચો સંભાળીને દેશને સ્વતંત્ર કરાવ્યો હતો. સરદાર સાહેબે દરેક સમાજના વર્ગની ચિંતા કરી હતી.
નરેન્દ્ર મોદીના વિકાસનાં સંકલ્પોને આગળ વધાર્યા- CM ભૂપેન્દ્ર પટેલ
વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના CM હતા ત્યારે તેમણે વિકાસના અનેક સંકલ્પો લીધા હતા. આ દરમિયાન તેમણે ગુજરાતમાં આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમના વડાપ્રધાન બન્યા પછી પણ ભાજપે ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ લીધેલા વિકાસનાં સંકલ્પોને આગળ વધારવામાં પોતાનું ખાસ યોગદાન આપ્યું છે.
ADVERTISEMENT