અમદાવાદઃ ગરીબો અને મધ્યમવર્ગની પહોંચ બહાર નીકળી ગયેલા 156 રૂપિયે કિલો મળતા ટામેટા ગુજરાતના મુખ્યમંત્રીને એમેઝોન દ્વારા ભેટ મોકલવામાં આવ્યા છે. ઓનલાઈન શાકભાજી ભેટ મોકલવામાં મુખ્યમંત્રીને આ રીતે કોઈએ ભેટ મોકલી હોય તેવું પહેલીવાર જ જોવા મળ્યું છે, ખાસ કરીને ગુજરાતમાં. જોકે અહીં આપને જણાવી દઈએ કે આ ભેટ મુખ્યમંત્રીને કોંગ્રેસ તરફથી મળી છે. કોંગ્રેસ દ્વારા ઓનલાઈન પેમેન્ટ કરીને મુખ્યમંત્રી સુધી આ ટામેટા પહોંચાડવામાં આવ્યા છે. જોકે રાજકીય મેદાનમાં જોવા જઈએ તો આ કોઈ ભેટ નહીં પણ મોંઘવારીના પ્રશ્નને લઈને કોંગ્રેસે આ રીતે પણ સરકારના કાન આમળ્યા કહી શકાય.
ADVERTISEMENT
વડોદરામાં માતાએ જ દીકરીઓની જીંદગી હણી લીધીઃ પોતે કર્યો આપઘાતનો પ્રયાસ, આર્થિક સમસ્યાઓનો કરુણ અંજામ
અમિત ચાવડાએ CMને મોકલી ટામેટાની ભેટ
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલ આ અંગે કહે છે કે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા વિપક્ષ અમિત ચાવડાએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને બે કિલો ટામેટા મોકલ્યા છે. તેમણે એમેઝોન દ્વારા ઓનલાઈન ઓર્ડર કરીને આજરોજ શુભેચ્છા ભેટ મોકલીને ગૃહિણીઓના અવાજને અને તેમની મોંઘવારી સામેની વ્યથાને પ્રતિકાત્મક રીતે વાચા આપી છે.
(ઈનપુટઃ બ્રિજેશ દોશી, અમદાવાદ)
ADVERTISEMENT