ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં તમામ રાજકીય પાર્ટીઓ જોરશોરથી પ્રચાર કરવામાં લાગી છે. કોઈ એક તક નથી છોડી રહ્યું બીજાને નીચે પાડવામાં ત્યારે બીજી બાજુ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા પર છે. દરમિયાનમાં મેધા પાટકર સાથેની તેમની એક તસવીર સામે આવી અને તેના પછી સોશિયલ મીડિયા પર જાણે હંગામો મચી ગયો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલથી માંડીને ભાજપની લગભગ મોટાભાગની નેતાગીરી સોશિયલ મીડિયા પર આ મામલાને લઈને તૂટી પડી છે. અવારનવાર મેધા પાટકરને ગુજરાતની નર્મદા યોજના વિલન તરીકેનો ચહેરો દર્શાવાય છે ત્યારે આ તસવીર જાણે રાજકારણમાં ગરમી આવી ગઈ છે.
ADVERTISEMENT
મેધા પાટકર મુદ્દે ભાજપે કોંગ્રેસને ઘેરી
ગુજરાત ભાજપે આ અંગે એક સોશિયલ મીડિયા પોસ્ટ કરી છે જેમાં તેમણે ભારત તોડો એવો ટેગ આપ્યો છે. સાથે જ ગુજરાત વિરોધી કોંગ્રેસ એવા હેશટેગ સાથે તેમણે લખ્યું છે કે કોંગ્રેસની માનસિકતા જુઓ,ગુજરાતની જનતાને વર્ષો સુધી નર્મદાના નીરથી વંચિત રાખનાર મેધા પાટકર રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં જોડાઈ. આવી જ રીતે ગુજરાતના મુખ્યમંત્રી, ભાજપના પ્રદેશ અધ્યક્ષથી માંડીને રાષ્ટ્રીય નેતાગીરી પણ સોશિયલ મીડિયા પર આ તસવીરને લઈને પોસ્ટ કરી રહી છે.
ભુપેન્દ્ર પટેલે કહ્યું- ગુજરાત સહન નહીં કરે
ભુપેન્દ્ર પટેલ લખે છે, કોંગ્રેસ અને રાહુલ ગાંધી સતત ગુજરાત અને ગુજરાતીઓ તરફની દુશ્મનાવટ દર્શાવે છે. મેધા પાટકરને તેમની યાત્રામાં કેન્દ્ર સ્થાન આપીને, રાહુલ ગાંધી દર્શાવે છે કે તેઓ એવા તત્વો સાથે ઊભા છે જેમણે દાયકાઓ સુધી ગુજરાતીઓને પાણી આપવાની ના પાડી હતી. ગુજરાત સહન નહીં કરે. તો આવો જાણીએ આ ઉપરાંતના નેતાઓએ શું શું લખ્યું છે.
ADVERTISEMENT