CMના ગુજરાત ગૌરવ દિનની ઉજવણી સહિતના કાર્યક્રમો રદ, અનુજ પટેલને સારવાર માટે મુંબઈ લઈ જવાયા

અમદાવાદ: આજે ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે જામનગરમાં રાજ્ય કક્ષાની ઉજવણી થવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આ કાર્યક્રમમાં હાજર રહેવાના હતા. જોકે…

gujarattak
follow google news

અમદાવાદ: આજે ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે જામનગરમાં રાજ્ય કક્ષાની ઉજવણી થવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આ કાર્યક્રમમાં હાજર રહેવાના હતા. જોકે CMના પુત્ર અનુજને ગઈકાલે બ્રેન સ્ટ્રોક આવવાના કારણે હોસ્પિટલમાં એડમિટ છે. એવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગરમાં આજે થનારા ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત નહીં રહે. આ કાર્યક્રમમાં હવે રાજ્યપાલ સાથે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સહભાગી થશે. અનુજ પટેલને આજે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં એરલિફ્ટ કરીને લઈ જવામાં આવ્યા હતા.

CMના પુત્રને વધુ સારવાર માટે મુંબઈ લઈ જવાયા
મુખ્યમંત્રીના પુત્ર અનુજ પટેલને વધુ સારવાર માટે મુંબઈમાં લઈ જવાયા હતા. તેમને કે.ડી હોસ્પિટલથી એરલિફ્ટ કરીને મુંબઈ લઈ જવાયા છે. મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં તેમની આગળની સારવાર કરવામાં આવશે. બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પણ આજના કાર્યક્રમો રદ કરી દેવાયા છે અને તેઓ પણ મુંબઈમાં અનુજ પટેલના ખબર અંતર પૂછવા માટે જઈ રહ્યા છે.

બ્રેઈન સ્ટ્રોક આવતા અનુજ પટેલને હોસ્પિટલ ખસેડાયા હતા
નોંધનીય છે કે, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને ગઈકાલે બ્રેઇન સ્ટ્રોક આવવાના કારણે કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવતા તત્કાલ તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વૈષ્ણો દેવી નજીક આવેલી કેડી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર તત્કાલ અસરથી ચાલુ કરી દેવામાં આવી હતી. ત્યારે હવે તેમને વધુ સારવાર માટે મુંબઈ લઈ જવામાં આવશે.

    follow whatsapp