Vadodara News: બુધવારના રોજ સિક્કિમમાં આભ ફાટ્યું હતું, તીસ્તા નદીમાં આવેલા પૂરના કારણે 1200થી વધુ દેશી-વિદેશી પ્રવાસીઓ ફસાયા હોવાની જાણકારી મળી રહી છે. 220 મિમીથી વધુ વરસાદ ખાબકતા અનેક ઠેકાણે ભૂસ્ખલન સ્થિતિ સર્જાય હતી. એવામાં વડોદરાના રાણા પરિવારના 9 લોકો પણ ત્રણ દિવસથી સંપર્ક વિહોણા થતાં શહેરમાં વસતા તેમના પરિવારજનો ખૂબ ચિંતામાં મુકાયા છે.
ADVERTISEMENT
ત્રણ દિવસથી વડોદરાના 9 સભ્યો સંપર્ક વિહોણા
મળતી માહિતી અનુસાર, સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીમાં રહેતા રામચંદ્ર રાણાના બે મોટા બહેન અને એક નાના ભાઈ સહિત પરિવારના 9 સભ્યો સિક્કિમમાં આવેલ પૂરમાં ફસાયો છે. ગત 7 જૂનના રોજ પાર્થ ટ્રાવેલ્સ મારફતે સિક્કિમ ફરવા ગયા હતા. જ્યાં સિક્કિમમાં આભ ફાટતા અને ભૂસ્ખલન થતાં રાણા પરિવાર લાચુંગમાં ફસાયો હોય તેવી માહિતી મળી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી એકપણ સભ્યોનો સંપર્ક ના થતાં તેમના પરિવારના રામચંદ્ર રાણાએ ચિંતા વ્યક્ત કરી છે સાથે જ તેમણે સરકાર સમક્ષ પરિવારના તમામ સભ્યોને હેમખે પરત લાવવા માંગ કરી છે.
Gujarat Rain: અમરેલી,ભાવનગર, રાજકોટ સહિતના વિસ્તારોમાં મેઘમહેર, ગાજવીજ સાથે મુશળધાર વરસાદ
અત્યાર સુધીમાં 6 ના મોત
રાજ્યના પ્રવાસન વિભાગે જણાવ્યા અનુસાર, મંગન શહેરથી લગભગ 50 કિમી દૂર આવેલા લાચુંગ ગામમાં 1,200 થી વધુ સ્થાનિક પ્રવાસીઓ અને 15 વિદેશી નાગરિકો ફસાયેલા છે. વિદેશી નાગરિકોમાં 10 બાંગ્લાદેશના, 3 નેપાળના અને બે થાઈલેન્ડના છે. અત્યાર સુધીમાં 6ના મોત થયાની પણ જાણકારી મળી છે.
ADVERTISEMENT