વડોદરામાં સફાઈકર્મીને રૂ.16 કરોડની લોન ભરવાની નોટિસ ફટકારાઈ, યુવકનું બેંકમાં ખાતું પણ નથી

વડોદર: વડોદરામાં એક ચોંકાવનારો મામલો સામે આવી રહ્યો છે. પંજાબ નેશનલ બેંકમાં 16 કરોડની લોન ભરપાઈ કરવા માટે સફાઈ કર્મીને નોટિસ ફટકારવામાં આવી છે. મામલતદારે…

gujarattak
follow google news

વડોદર: વડોદરામાં એક ચોંકાવનારો મામલો સામે આવી રહ્યો છે. પંજાબ નેશનલ બેંકમાં 16 કરોડની લોન ભરપાઈ કરવા માટે સફાઈ કર્મીને નોટિસ ફટકારવામાં આવી છે. મામલતદારે ફટકારેલી નોટિસમાં કહેવાયું છે કે જો સફાઈકર્મી આ લોનની ભરપાઈ નહીં કરે તો તેનું મકાન જપ્ત કરી લેવામાં આવશે. નોટિસ જોઈને સફાઈ કર્મચારીને પણ પરસેવો છૂટી ગયો હતો. ચોંકાવનારી બાબત એ છે કે સફાઈકર્મીના કહેવા મુજબ તેણે લોન લીધી જ નથી.

4 મે સુધીમાં 16 કરોડ ભરવાની નોટિસ
વડોદરામાં શાંતિલાલ સોલંકી નામના સફાઈકર્મીને રૂ.16 કરોડની લોન PNB બેંકમાં ભરવા માટે વડોદરા શહેર મામલતદારે નોટિસ પાઠવી છે. નોટિસમાં કહેવાયું છે કે, જો શાંતિલાલ 4 મે સુધીમાં આ લોનની ભરપાઈ નહીં કરે તો તેમનું મકાન જપ્ત કરી લેવામાં આવશે. ત્યારે નોટિસ મળતા શાંતિલાલ વકીલ પાસે પહોંચ્યા હતા અને સમગ્ર બાબત જણાવી હતી. ત્યારે આ સમગ્ર ઘટના હવે વડોદરામાં ચર્ચાનો વિષય બની છે.

સફાઈકર્મીનું બેંકમાં ખાતું જ નથી
બીજી તરફ શાંતિલાલના વકીલનું કહેવું છે કે, આવી નોટિસ આપનારા મામલતદાર સામે કાર્યવાહી થવી જોઈએ. બેંકે અલકાપુરીમાં સ્ટર્લિંગ સેન્ટરમાં પ્રોપર્ટી માટે લોન આપી છે. શાંતિભાઈનું પંજાબ નેશનલ બેંકમાં ખાતું જ નથી. તેમણે બેંકમાંથી પણ કોઈ લોન લીધી નથી. આ વ્યક્તિ વોર્ડ નં.12 સેવા સદનમાં ઝાડું મારે છે. તેમના મકાનની કિંમત પણ 10 લાખ સુધીની હશે, છતા તેમને આવી નોટિસ આપવામાં આવી છે.

    follow whatsapp