અમદાવાદ : એલડી એન્જિનિયર કોલેજના વિદ્યુત વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસરે કામના લોડના કારણે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. નિમેશભાઈ નાનજીભાઈ શાહ નામના પ્રોફેસરે ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. ઘટનાને પગલે સમગ્ર પરિવારમાં અરેરાટી મચી હતી. ઘટના અંગે માહિતી મળતા પરિવારના લોકો પણ આસપાસનાં લોકો એકત્ર થયા હતા. પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. પોલીસને બોલાવવામાં આવી હતી. પ્રાથમિક પોલીસને ઘટનાસ્થળેથી એક કરુણ સુસાઇડ નોટ પણ મળી આવી હતી.
ADVERTISEMENT
પ્રોફેસરે કહ્યું કે, હું કામના ભારણથી કંટાળી આપઘાત કરુ છું
પ્રોફેસરે પોતાની સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, કામના ભારણને લઈને અંતિમ પગલું ભરી રહ્યો છું. તેમણે પોતાની સુસાઇડ નોટમાં બે ઇચ્છાઓ પણ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, મારા અંતિમ સંસ્કાર માટે કેનેડામાં અભ્યાસ કરતા મારા પુત્રને બોલાવવો નહી, પોતાના મિત્ર અને કૌટુમ્બિક ભાઇ અંતિમ સંસ્કાર કરશે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી. હાલ આ મામલે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમણે ઇચ્છા વ્યક્ત કરતા જણાવ્યું કે, હું મારી ઇચ્છાથી આત્મહત્યા કરી રહ્યો છું. માટે પોલીસ મારા પરિવારને પરેશાન ન કરે.
ગાંધીનગરના પોતાના મકાનમાં આપઘાત કર્યો
ગાંધીનગરના સેક્ટર-2/ડી ખાતે રહેતા નિમેષભાઈ નાનજીભાઈ શાહે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ મામલે જાણ થતા તેમના પરિવારજનો દોડી ગયા હતા. દરવાજો તોડી જોતા નિમેશભાઈની લટકતી લાશ મળી હતી. જેને લઈને પરિજનો આવાચક થઈ ગયા હતા. બાદમાં પોલીસે જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જેમાં તપાસ હાથ ધરતા પોલીસે એક સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં આપઘાત પાછળના કારણનો પણ ઉલ્લેખ કરાયો છે.
કોલેજમાં કામનું ભારણ ખુબ હોવાથી આપઘાત કર્યો
સુસાઇડ નોટમાં જણાવ્યું કે, કોલેજમાં કામનું ભારણ ખૂબ હોવાથી તંગ આવી ગયો છું અને આ અંતિમ પગલું ભરી રહ્યો છું. કોલેજના ઈલેક્ટ્રિકલ મેઈન્ટેનન્સ અને વિદ્યાર્થીઓની સ્કોલરશિપનું કામ મને સોંપાયું છે જેનું ભારમ ખુબ જ રહે છે.જેથી કંટાળી જઇ મારે આ અંતિમ પગલું ભરવું પડી રહ્યું છે. એટલું જ નહીં સુસાઈડ નોટમાં આખરી ઈચ્છા પણ વ્યક્ત કરીને કહ્યું કે, મારા અગ્નિસંસ્કારમાં કેનેડામાં અભ્યાસ કરતા પુત્ર અક્ષતને કેનેડાથી બોલાવવામાં ન આવે. અગ્નિસંસ્કાર પોતાના મિત્ર ઉમેશ મકવાણા અને કૌટુમ્બીક ભાઈ પીયૂષ રાઠોડના હાથે કરાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. હાલ પ્રોફેસરનો પુત્ર જો કે ઘટના અંગે માહિતી મળતાની સાથે જ કેનેડાથી રવાના થઇ ગયો હોવાનું સામે આવ્યું હતું.
શાહના પત્ની રૂપલબેન પણ વ્યારાની પોલિટેક્નિક કોલેજમાં પ્રોફેસર
અત્રે ઉલ્લેખનીય છે કે, નિમેષભાઈ શાહના પત્ની રૂપલબેન પણ વ્યારાની પોલિટેક્નિક કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. હાલમાં તેઓની અમદાવાદ ખાતે બદલી થતા તેઓ ચાર્જ છોડવા માટે વ્યારા જવા નિકળ્યા હતા. જો કે તેઓએ કોલેજ નહી સમગ્ર સંસાર જ છોડી દીધો હતો. નિમેષભાઈને અક્ષત નામનો એક જ પુત્ર છે. જે કેનેડામાં અભ્યાસ કરે છે. તેમની કરૂણ સુસાઇડ નોટ વાંચીને તેમનો પરિવાર તો ઠીક પોલીસ અધિકારીઓની આંખો પણ ભીની થઇ ગઇ હતી.
ADVERTISEMENT