Ahmedabad News : રાજ્યમાં બનાવટી દસ્તાવેજોના આધારે લોકોને વિદેશ મોકલવા માટેનું કૌભાંડ સીઆઇડી દ્વારા તપાસનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે. CID એ 17 સ્થળો પર સર્ચ ઓપરેશન કરીને અનેક શંકાસ્પદ અનેક દસ્તાવેજો જપ્ત કર્યા છે. અમદાવાદના એક અને ગાંધીનગરમાં 2 વિઝા કન્સલ્ટન્સીના માલિકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અમદાવાદના હાઇટેક એજ્યુકેશનના માલિક જીગર શુક્લ સામે ફરિયાદ દાખલ કરીને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ ગાંધીનગરના હોપરેઝના માલિક કિશન પટેલ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ થઇ છે. કંપનીના મેનેજર પ્રેમ પરમાર વિરુદ્ધ પણ તપાસ ચાલી રહી છે.
ADVERTISEMENT
જે ડિગ્રીની માંગ હોય તેની નકલી ડિગ્રીઓ બનાવી વિદેશ મોકલતા હતા
એમ્પાયર ઓવરસીઝના માલિક અંકિત પટેલ સામે પણ ફરિયાદ દાખલ થઇ છે. એમ્પાયર ઓવરસીઝના મેનેજર વિશાલ શાહની ધરપકડ કરી લેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નકલી ડોક્યુમેન્ટના આધારે વિદ્યાર્થીઓને વિદેશ મોકલવાનું કૌભાંડમાં તપાસ ચાલી રહી છે. જે અંતર્ગત પોલીસ દ્વારા 17 સ્થળો પર દરોડા પાડીને છત્તીસગઢની શંકર યુનિવર્સિટીના સર્ટિફિકેટ કબ્જે કરાયા હતા. ધોરણ 10 અને 12 ની નકલી માર્કશીટો પણ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી.
અનેક યુનિવર્સિટીની ડોક્યુમેન્ટ અને માર્કશીટો મળી આવી
આ ઉપરાંત GTU અને રાજીવ ગાંધી યુનિવર્સિટીના પણ અનેક નકલી ડોક્યુમેન્ટ કબ્જે કર્યા હતા. હાલ પોલીસ દ્વારા આરોપીઓના નકલી દસ્તાવેજો કેવી રીતે બનાવતા અને વિદેશ કઇ રીતે મોકલતા તે દિશામાં તપાસ આદરી છે. આ ઉપરાંત એજન્ટના નેટવર્કની પણ તપાસ ચાલી રહી છે. વિદેશમાં રહેલા તેમના એજન્ટોની તપાસ ચાલી રહી છે.
માંગો તે નકલી માર્કશીટ અને નકલી સર્ટિફિકેટ અને ડોક્યુમેન્ટ આપતા હતા
CID ક્રાઇમની તપાસમાં સામે આવ્યું કે, આરોપી જીગર શુક્લ બનાવતી માર્કશીટ નીરવ મહેતા પાસેથી મંગાવતો હતો. દરેક માર્કશીટ કે સર્ટિફિકેટ માટે 60 થી 70 હજાર રૂપિયા વસુલવામાં આવતા હતા. CID ક્રાઇમ દ્વારા વિઝા એજન્ટોની 17 ઓફીસોની દરોડામાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા. જેમાં 27 પાસપોર્ટ, 53 કોમ્પ્યુટર હાર્ડ ડ્રાઇવ, 79 માર્કશીટ, 5.5 લાખ રૂપિયા રોકડા અને દારૂની બોટલો જપ્ત કરાઇ હતી. સમગ્ર મામલે હાલ તો સરકારે SIT ની રચના કરીને તપાસ આદરી છે.
ADVERTISEMENT