અમદાવાદઃ પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં રોપ-વે બનાવવાનો માર્ગ હવે મોકળો થયો છે. ગુજરાત હાઇકોર્ટે રોપ-વે કાર્યવાહી મામલે રોક લગાવવાની માગ સાથેની અરજી ફગાવી છે. ચોટીલા ડુંગર પર તૈયાર થઈ રહેલા રોપ વે પ્રોજેક્ટને લઈને અરજદારે સવાલ ઉઠાવ્યા હતા. ત્યારે ગુજરાત હાઇકોર્ટે અરજદારની તમામ માગણીઓ ફગાવી છે.
ADVERTISEMENT
કુખ્યાત ગેંગસ્ટર અનિલ દુજાનાને UP STF એ એન્કાઉન્ટરમાં ઠાર માર્યો
આઉટ ડેટેડ ટેક્નોલોજીવાળા રોપ-વે સામે વ્યક્ત કરી હતી દહેશત
સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલા ચામુંડા માતાજીના મંદિરે જવા માટે ચોટીલા ડુંગર પર રોપ-વે શરૂ કરવા અંગે લાંબા સમયથી વિચારણા ચાલી રહી છે. આ અંગે મંજૂરી પણ આપી દેવામાં આવી છે. જો કે અરજદાર દ્વારા આઉટડેટેડ ટેકનોલોજીવાળા રોપ-વેની મંજૂરી સામે દહેશત વ્યક્ત કરવામાં આવી હતી. રોપ-વે પર સ્ટેની માગ અરજદારે હાઈકોર્ટ સમક્ષ કરી હતી. જોકે હાઈકોર્ટે આ અરજીને ફગાવી દીધી છે. રોપ-વેનો માર્ગ હવે મોકળો થયો છે પરંતુ એક આધુનિક ટેક્નોલોજી અને ક્વોલીટીથી સજ્જ રોપ-વે બને તેવી લોકોની લાગણી છે.
(ઈનપુટઃ ગોપી ઘાંઘર, અમદાવાદ)
ADVERTISEMENT