અમદાવાદ: ગુજરાતમાં સામે આવેલા ચાઈનીસ લોન એપના મામલામાં ઝડપાયેલા આરોપીની પૂછપરછ બાદ મોટા ખુલાસા થયા છે. જે મુજબ, રોજનું 1.67 કરોડનું ટર્નઓવર આ કૌભાંડ દ્વારા કરવામાં આવતું. આ પૈસાને ડોલરમાં કન્વર્ટ કરી ક્રિપ્ટો કોઈન લેવાનો આરોપીઓનો ટાર્ગેટ હોવાનું સામે આવ્યું છે. ચોંકાવનારી બાબત એ છે કે આરોપી ઉંમગ પટેલ પોતે આ સ્કેમમાં ફસાયો હતો પરંતુ લોન લીધા બાદ પૈસા ન આપી શકતા તેના ફોટો વાઈરલ કરવાની ધમકી આપીને માફિયાઓએ તેની સાથે ભાગીદાર બનાવી દીધો હતો.
ADVERTISEMENT
કેવી રીતે લોકોને ફસાવતા આરોપીઓ?
પોલીસ તપાસમાં થયેલા ખુલાસા મુજબ, આરોપીઓ જુદી જુદી એપની મદદથી લોકોને લોન માટે લલચાવતા હતા અને તેના ફોનમાં રહેલા ફોટો, વીડિયો અને કોન્ટેક્ટ નંબરો મેળવી લેતા. બાદમાં મોર્ફ કરેલા નગ્ન ફોટોને વાઈરલ કરવાની ધમકી આપીને મોટી રકમ પડાવતા હતા. આ રકમને ચીન સુધી પહોંચાડવા માટે દરેકને જુદી જુદી જવાબદારી સોંપવામાં આવી હતી. જેમાં રૂપિયા ખાતામાંથી ઉપાડી હવાલા કે અન્ય મારફતે ડોલર લેવા સુધી આખી ચેન ચાલતી હતી.
આરોપી પોતે બન્યો હતો ભોગ
પોલીસ તપાસમાં થયેલા ખુલાસા મુજબ, આરોપી ઉંમગ પટેલ આ સમગ્ર સ્કેમમાં પોતે પણ ભોગ બન્યો હતો. માફીયાઓએ તેનો સંપર્ક કરીને ફોટો વાઈરલ કરવાની ધમકી આપી હતી. આથી દબાણમાં તે તેમનો સાથીદાર બની ગયો હતો અને તેમને આખું કૌભાંડ ચલાવવામાં મદદ કરતો હતો. આ માટે તે મલેશિયામાં પણ મીટિંગ કરવા માટે ગયો હતો. જ્યાં તેને બે દિવસમાં ટાર્ગેટ પૂરો કરવાની ટ્રેનિંગ આપવામાં આવી હતી.
55 કરોડનું ટ્રાન્ઝેક્શન થયું હોવાનું પણ ખૂલ્યું છે. ચાઈનીઝ એપની થતા કૌભાંડમાં પોલીસને 30 જેટલા બેંક ખાતા મળી આવ્યા છે. જેમાં એક મહિનામાં જ તેમાં 55 કરોડના ટ્રાન્ઝેક્શન થયાનું ખૂલ્યું છે. ભારત સાથે નેપાળમાં પણ માફિયાઓ આ રીતે નેટવર્ક ચલાવતા હતા. ત્યારે આગામી દિવસોમાં હજુ આ મામલે મોટા ખુલાસા થઈ શકે છે.
ADVERTISEMENT