નવી દિલ્હી: કંગાળીયતની કગાર પર ઉભેલા પાકિસ્તાનને ચીને એક બે નહી પરંતુ 2.5 લાખ કરોડ રૂપિયાના દેવા તળે દબાવી દીધું છે. અમેરિકા અને IMF ના ઇન્કાર બાદ શુક્રવારે ચીને 700 મિલિયન ડોલર એટલે કે 58 હજાર કરોડ રૂપિયા આપ્યા. ઉપરથી જોતા લાગે છે કે, ચીને પોતાના મિત્ર પાકિસ્તાનને બચાવી લીધું છે, જો કે એવું નથી લાગી રહ્યું. ચીન આ નાણા આપીને પાકિસ્તાનને પોતાના દલદલની જાળમાં ફસાવી રહ્યું છે.
ADVERTISEMENT
જ્યારે તમામ દરવાજા બંધ થાય ત્યારે ચીન હંમેશા લોન આપે છે
ચીને પાકિસ્તાનને આ બેલ આઉટ એવા સમયે આપવામાં આવ્યું છે, જ્યારે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ એટલે કે IMF જેવી સંસ્થાએ હાથ ઉંચા કરી દીધા હતા. ચીનમાંથી મળનારા આ દેવાથી પાકિસ્તાનનો વિદેશ મુદ્રા ભંડાર 20 ટકા સુધી વધી જશે. પાકિસ્તાનના નાણા મંત્રી ઇશાક ડારે શુક્રવારે રાત્રે ટ્વીટ કરીને જણાવ્યું કે, ચીને પાકિસ્તાનને 58 હજાર કરોડ રૂપિયાનું દેવું ચુકવાયું છે.
ચીનના નાણા અત્યારે તો રાહત આપશે પણ પાછળથી ડુબાડી દેશે
ચીનને અપાયેલા દેવું સામાન્ય રીતે તો પાકિસ્તાનને રાહત આપશે, જો કે તે પાકિસ્તાનના બોઝને વધારશે. ધ ગાર્જિયન અનુસાર પાકિસ્તાન હાલના સમયે 100 અબજ ડોલર એટલે કે 8.3 લાખ કરોડ રૂપિયાના દેવા તળે દબાવી દીધું છે. તેમાં ચીનનો હિસ્સો 30 ટકા છે. ઇટાલીની સંસ્થા Osservatorio Globalizzazione અનુસાર ચીને આ નવું દેવું આ શરત પર આપ્યું છે કે, તે લાહોર ઓરેંજ લાઇન પ્રોજેક્ટ માટે મળેલા 55.6 મિલિયન ડોલરનું રિપેમેન્ટ નવેમ્બર 2023 નિશ્ચિત કરી છે.
ચીને જે દેવું આપ્યું તે પાકિસ્તાનના કુલ દેવાના 1 ટકા કરતા ઓછું
ધ ગાર્જિયનના અનુસાર, ચીને 700 મિલિયન ડોલરનું જે દેવું આપ્યું હતું તે પાકિસ્તાનના કુલ દેવાના 1 ટકા કરતા પણ ઓછું છે. અહીં સૌથી મોટી વાત છે કે, ચીન અન્યની તુલનાએ વધારે વ્યાજ વસુલે છે. ઇન્ડિયન એક્સપ્રેસના અનુસાર પાકિસ્તાનને હજી પણ વેસ્ટ એશિયન બેંકને 8.77 અબજ ડોલર ચુકવવાનું છે. તેમાં બેંક ઓફ ચાઇના,ICBC અને ચાઇના ડેવલપમેન્ટ બેંકનો પણ સમાવેશ થાય છે. ચીની કોમર્શિયલ બેંક અન્ય દેવાદારોની તુલનાએ 5.5 થી 6 ટકા ના દરે વ્યાજ વસુલે છે. જ્યારે બીજા દેશની બેંકો 3 ટકાના દરે વ્યાજ ચુકવે છે. એટલે કે ચીન ડબલ વ્યાજે નાણા ધીરીને શાહુકાર જેવું વ્યવહાર કરે છે.
ચીન નાની અવધી માટે આપેલી લોનના બમણા નાણા વસુલે છે
જ્યારે દ્વિપક્ષીય દેવાની વાત આવે છે તો ચીન નાની અવધી માટે વધેલા વ્યાજદર પણ વસુલે છે. ઇન્ડિયન એક્સપ્રેસના અનુસાર જર્મની, જાપાન અને ફ્રાંસ એક ટકાથી ઓછા વ્યાજ દર પર દેવું આપે છે. જ્યારે ચીન 3થી 3.5 ટકાના દરે વ્યાજ વસુલે છે. 2021-22 માં પાકિસ્તાને 4.5 અબજ ડોલરનું દેવું દેવા પર ચીનને વ્યાજ તરીકે લગભગ 150 મિલિયન ડોલર એટલે કે 1.3 હજાર કરોડ રૂપિયા ચુકવવા પડ્યા. બીજી તરફ 2019-20 માં પાકિસ્તાનને 3 અબજ ડોલરના દેવા પર 120 મિલિયન ડોલર એટલે કે 995 કરોડ રૂપિયા વ્યાજ તરીકે ચુકવવા પડ્યા. આ ઉપરાંત બીજિંગે ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર એટલે કે CPEC માટે પાકિસ્તાનને મોટી રકમ દેવા તરીકે આપી છે.
પાકિસ્તાન જેવા દેશોને સરળતાથી નાણા આપ્યા બાદ કડક હાથે વસુલી કરે છે
જ્યારે પાકિસ્તાન પાસેથઈ પૈસા વસુલવાની વાત આવે તો ચીન ચાબુક ચલાવતું જોવા મળે છે. પાકિસ્તાનના એનર્જી સેક્ટરના ઉદાહરણથી અમે તેને સમજી શકીએ છીએ. અહીં ચીની ઇવેસ્ટર નવા રોકાણ માટે હાલના પ્રોજેક્ટના સ્પોન્સર સાથે સંબંધિત તમામ મુદ્દાઓનો ઉકેલ લાવવા માટે ભાર અપાયો છે. પાકિસ્તાનમાં કેટલાક ચીની પ્રોજેક્ટને પોતાના દેવા માટે ઇનશ્યોરન્સ નથી મળી રહ્યું. જેના કારણે પાકિસ્તાનના એનર્જી સેક્ટરમાં ભારે એટલે કે 14 અબજ ડોલર એટલે કે 1.2 લાખ કરોડ રૂપિયાના દેવામાં ફસાયેલા હોવાનું જણાવાય છે. પાકિસ્તાનને ચીની વિજળી ઉત્પાદકોને આશરે 1.3 અબજ ડોલર એટલે કે 11 હજાર કરોડ રૂપિયા ચુકવવાના હોય છે. બીજી તરફ પાકિસ્તાન અત્યાર સુધી માત્ર 280 મિલિયન ડોલર એટલે કે 2.3 હજાર કરોડ રૂપિયાનું દેવું ચુકવી શક્યું છે.
દસૂ બાંધ પ્રોજેક્ટને મુદ્દે ચીન, પાકિસ્તાનની સાથે કડકાઇથી રજુ થઇ ચુક્યું છે. ગત્ત વર્ષે ચીને દસુ ડેમ આતંકવાદી હુમલામા મરાયેલા 36 એન્જિનિયરના પરિવારોને મળતર તરીકે 28 મિલિયન ડોલર એટલે કે 315 કરોડ રૂપિયાની પણ માંગ કરી હતી.
ADVERTISEMENT