ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો આજે છઠ્ઠો દિવસ છે. ત્યારે આજે વિધાનસભામાં બેરોજગારીને લઈ ચૌકાવનારા આંકડા સામે આવ્યા છે. રાજ્યના ફક્ત 6 જિલ્લામાંજ 61,058 બેરોજગારો નોંધાયા છે. જામનગર, દેવભૂમિ દ્વારકા, અમદાવાદ,ગાંધીનગર,જૂનાગઢ અને બનાસકાંઠા જિલ્લા માં 31 ડિસેમ્બર 2022 ની સ્થિતિએ 61,058 બેરોજગારો નોંધાયા છે.
ADVERTISEMENT
રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ આંકડાઓ સરકારની ચિંતામાં સતત વધારો કરી રહ્યા છે. ત્યારે આજે વિધાનસભામાં ચૌકાવનારા આંકડા સામે આવ્યા છે. જામનગર, દેવભૂમિ દ્વારકા, અમદાવાદ,ગાંધીનગર,જૂનાગઢ અને બનાસકાંઠા જિલ્લા માં 31 ડિસેમ્બર 2022 ની સ્થિતિએ 61,058 બેરોજગારો નોંધાયા છે. અમદાવાદ શહેરમાં જ 12 હજાર કરતાં વધુ શિક્ષિત બેરોજગાર નોંધાયા છે. જ્યારે 1205 અર્ધશિક્ષિત બેરોજગાર નોંધાયા છે.
6 જિલ્લામાંજ 61,058 બેરોજગારો નોંધાયા
એક તરફ સરકાર નોકરીની તકો ની મોટી મોટી વાતો કરી રહી છે. આ દરમિયાન રાજ્યના રાજ્યના ફક્ત 6 જિલ્લામાંજ 61,058 બેરોજગારો નોંધાયા છે. જામનગર જિલ્લામાં શિક્ષિત બેરોજગારો 8,684 જ્યારે અર્ધશિક્ષીત 910 બેરોજગાર નોંધાયા છે. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિક્ષિત બેરોજગારો 2, 339 અને 97 અર્ધશિક્ષિત બેરોજગાર નોંધાયા છે. આ સાથે જ જૂનાગઢ જિલ્લામાં 10,323 બેરોજગાર જ્યારે બનાસકાંઠા જિલ્લામાં 9, 956 બેરોજગારો નોંધાયા છે.
માર્ચમાં માવઠાનો માર? સૌરાષ્ટ્ર-કચ્છમાં બગડશે ખેડૂતોની હોળી !!
અમદાવાદ શહેરમાં સૌથી વધુ શિક્ષિત બેરોજગાર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હોમ ડિસ્ટ્રિક અમદાવાદ જિલ્લા માં 4030 શિક્ષિત બેરોજગારો જ્યારે 379 અર્ધશિક્ષિત બેરોજગારો નોંધાયા. જ્યારે અમદાવાદ શહેરમાં 12,282 શિક્ષિત બેરોજગારો જ્યારે 1,205 અર્ધશીક્ષિત બેરોજગારો નોંધાયા છે. આ ઉપરાંત પાટનગર ગાંધીનગર જિલ્લામાં 3,707 શિક્ષિત બેરોજગારો જ્યારે 617 અર્ધશિક્ષીત બે રોજગારો નોંધાયા. જ્યારે ગાંધીનગર શહેર માં 2 હજાર 291 શિક્ષિત બેરોજગાર અને 114 અર્ધશિક્ષીત બેરોજગારો નોંધાયા છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT