CM ભૂપેન્દ્ર પટેલ PM મોદીના રસ્તે, મળેલી ભેટ-સોગાદની કરશે હરાજી

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પગલે ચાલી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની જેમ તેમને મળેલી ભેટ-સોગાદની હરાજી કરશે અને તેના થકી પ્રાપ્ત થનાર રકમ…

gujarattak
follow google news

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પગલે ચાલી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની જેમ તેમને મળેલી ભેટ-સોગાદની હરાજી કરશે અને તેના થકી પ્રાપ્ત થનાર રકમ સચિવાલયમાં કામ કરતા વર્ગ 4ના કર્મચારીઓની દીકરીઓના અભ્યાસ માટે આપવામાં આવશે. મુખ્યમંત્રીએ તોષખાનાની ભેટ – સોગાદોનો સર્વે કરવા અધિકારીઓને સૂચના પણ આપી દીધી છે.

દેશના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતની કન્‍યાઓને શિક્ષિત બનાવવા અનોખો વ્‍યક્તિગત સંકલ્‍પ કર્યો હતો. જાહેર સમારંભો અને પ્રજાજનો તરફથી તેમને મળતી તમામ પ્રકારની કિંમતી ભેટસોગાદો રાજય સરકારના તોષાખાનામાં તેઓ શાસનની શરૂઆતથી જ જમા કરાવતા હતા. જાહેર હરાજીથી તેનું પ્રજામાંથી જ ભંડોળ એકત્ર કરી મુખ્‍યમંત્રી કન્‍યા કેળવણી નિધિ દ્વારા કન્‍યાઓના શિક્ષણ માટે જ તે વાપરતા હતા. ત્યારે હવે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રસ્તે ચાલ્યા છે. ભૂપેન્દ્ર પટેલ પોતાને મળેલી તમામ ભેટની જાહેર હરરાજી કરશે.

આ પણ વાંચો: રાજુલામાંથી ઝડપાયુ સૌથી મોટુ રેતી ચોરી કૌભાંડ, ભાજપના નેતાના ટ્વિટથી રાજકારણ ગરમાયું

જાણો શું થશે રકમનું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય કર્યો છે. સચિવાલયમાં કામ કરતાં વર્ગ 4 ના કર્મચારીઑની દિકરીના ભણતરની ચિંતા કરી છે. મુખ્યમંત્રી તરીકે મળેલી તમામ ભેટ સોગતોની જાહેર હરરાજી કરશે. તેના થકી પ્રાપ્ત થનાર રકમ સચિવાલયમાં કામ કરતા વર્ગ 4ના કર્મચારીઓની દીકરીઓના અભ્યાસ માટે આપવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તોષખાનાની ભેટ – સોગાદોનો સર્વે કરવા અધિકારીઓને સૂચના પણ આપી દીધી છે.

(વિથ ઈનપુટ: દુર્ગેશ મહેતા, ગાંધીનગર )

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp