અમદાવાદ: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભુજ ખાતે નર્મદા બ્રાન્ચ કેનાલનું ઉદ્ઘાટન કર્યું હતું આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદાનો વિરોધ કરનાર મેગા પાટકર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે મેગા પાટકરને અર્બન નકસલી ગણાવ્યા હતા.
ADVERTISEMENT
ભુજ ખાતે નર્મદા કેનાલના ઉદ્ઘાટન પ્રસંગે ભૂપેન્દ્ર પટેલે મેગા પાટકર પર પ્રહાર કરતાં જણાવ્યું કે, આજે જ્યારે નર્મદાના જળ પહોંચાડવાનો આનંદ ઉત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે આપને એક એ પણ યાદ કરવું પડે કે એવા કોણ લોકો હતા જેમને 5-5 દાયકા સુધી કચ્છને નર્મદાના પાણીથી વંચિત રાખ્યું હતું, તરસ્યું રાખ્યું હતું સૂકુંભંટ રાખ્યું હતું . આપને બધા જેની છીએ કે વિરોધ કરવા વાળા આ અર્બન નક્સલી કોણ હતા. એ જ અર્બન નકસલી ઓ છે કે જેમને નર્મદાનો વિરોધ કર્યો , ગુજરાતનો વિરોધ કર્યો. કચ્છનો વિરોધ કર્યો.
આજે એજ નક્સલવાદીઓ છે જેમને ગુજરાતને કચ્છને વિકાસથી વંચિત રાખવા તમામ પ્રયત્ન કર્યા. આ લોકો પૈકી એક નામ છે મેગા પાટકર. આપને સૌ જાણીએ છીએ કે કોણે તેમને સંસદની ચૂંટણી લડવાની ટિકિટ આપી. ગુજરાતના લોકોને ભ્રમિત કરી નક્સલ વાદ લાવવાની આવ લોકોનીઓ પેરવી હતી. ગુજરાતની અને કચ્છની જનતા સમજુ જનતાએ તેના મનસૂબા ફાવવા દીધા નથી અને ફાવવા દેવાના નથી.
વડાપ્રધાન મોદીએ ચેકડેમની લીધી મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્મૃતિવનમાં નિર્માણાધીન 50 ચેકડેમ માંથી અંજાર – 8 ચેકડેમની મુલાકાત લીધી હતી. અહીંના વિવિધ ચેક્ડેમની દીવાલો પર નેમ પ્લેટમાં ભૂકંપમાં જીવ ગુમાવનાર 12,932 સદગતના નામ સમાવિષ્ટ કરીને તેમની સ્મૃતિ તૈયાર કરવામાં આવી છે. આવી કુલ 1020 નેમ પ્લેટમાં તેમના ગામ, તાલુકા અને શહેરના નામની વિગત છે. ચેકડેમની મુલાકાત બાદ સન પોઇન્ટ પર જઇ બે દાયકામાં નવ નિર્માણ પામેલા ભુજના દર્શન કર્યા હતા.
ADVERTISEMENT