ગાંધીનગર: રાજ્ય માટે હવેના 36 કલાક ખૂબ ભારે ગણવામાં આવે છે. આ દરમિયાન વહીવટી તંત્ર સંભવિત વાવાઝોડાને સામે તૈયાર છે. શક્ય તેટલું ઓછું નુકશાન થાય તેવા પ્રયાસો વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજ્ય પર આવનાર આફત સામે લડવા માટે તંત્ર પૂરે પૂરી તૈયારી કરી ચૂક્યું છે. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચ્યા છે. આજે મુખ્યમંત્રી ભુપેંદ્ર પટેલ કરશે સમીક્ષા બેઠક. આજની કેબિનેટ બેઠક રદ્દ કરવામાં આવી છે.
ADVERTISEMENT
ગુજરાત માટે આવતા 36 કલાક ખૂબ ભારે અને મહતના ગણવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં વાવાઝોડાની અસર શરૂ થઈ ચૂકી છે. આ દરમિયાન રાજ્યની સ્થિતિ અને તૈયારીને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગાંધીનગર સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહચય છે. મુખ્યમંત્રી આજે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે.સ્થળાંતરની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. આ સાથે જ દરીયા કિનારાની સ્થિતિ અંગે પણ માહિતી મેળવશે. આ ઉપરાંત ફુડ પેકેટ, આરોગ્ય, વિજળી રીસ્ટોર કરવા જેવી બાબતો ને લઈ સમીક્ષા કરવામાં આવશે.
રાજ્યના તમામ જિલ્લા કલેકટર સાથે સમીક્ષા
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળનારી કેબિનેટ બેઠક આજે રદ્દ કરવામાં આવી છે. બીજી તરફ મુખ્યમંત્રી આજે વાવાઝોડાને પગલે રાજ્યની સંભવિત સ્થિતિને લઈ સમીક્ષા બેઠક યોજશે. જેમાં રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર અને રાહત કમિશનર આલોક પાંડે, અવંતિકા સિંઘ સહિતના તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર. આ સાથે રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સથી સમીક્ષા કરશે.
ADVERTISEMENT