ચૂંટણીની અસર: ખરાબ રોડ-રસ્તા બનશે ભૂતકાળ, મુખ્યમંત્રીએ આપી સૂચના

અમદાવાદ: રાજ્યમાં વર્ષના અંતે ચૂંટણી યોજશે ત્યારે રાજ્યમાં ચૂંટણીને લઈને તડમાર તૈયારી શરૂ થઈ ચૂકી છે રાજ્યની જનતાના પ્રશ્નોને લઈને સરકાર સજાગ થઈ છે. રાજ્યમાં…

bhupendra patel

bhupendra patel

follow google news

અમદાવાદ: રાજ્યમાં વર્ષના અંતે ચૂંટણી યોજશે ત્યારે રાજ્યમાં ચૂંટણીને લઈને તડમાર તૈયારી શરૂ થઈ ચૂકી છે રાજ્યની જનતાના પ્રશ્નોને લઈને સરકાર સજાગ થઈ છે. રાજ્યમાં સતત વરસાદને લઈને રોડ રસ્તાની હાલત ખરાબ થઈ ચૂકી છે ત્યારે  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલીકાઓ અને નગરપાલીકાઓના વિસ્તારોમાં પ્રવર્તમાન ચોમાસાને કારણે માર્ગો-રસ્તાઓને જે અસર પહોંચી છે તે રિસર્ફેસિંગ, રિપેરિંગ અને માર્ગોના નવા કામો દ્વારા સત્વરે દૂર કરી સ્થિતિ પૂર્વવત કરવા સ્પષ્ટ  સૂચના આપી છે.

સતત વરસાદને પગલે રાજ્યના રોડ રસ્તાની હાલત ખરાબ થઈ ચૂકી છે ત્યારે હવે રાજ્યમાં નવરાત્રી અને દિવાળીના તહેવારો શરૂ થવા લાગ્યા છે. તહેવારોની મજા રોડ રસ્તા બગડી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રોડ રસ્તાની મરમ્મત કરવાની સૂચના આપી છે. રાજ્યની આઠ મહાનગરપાલિકાના કમિશનરઓ તેમ જ રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનરઓએ પોતાના કાર્યક્ષેત્રમાં આવેલા વિસ્તારોમાં રસ્તાઓને થયેલા નુકશાન અને મરામત માટે કરવામાં આવેલી કામગીરી તથા આયોજનનો વિસ્તૃત ચિતાર વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સહભાગી થઇ આપ્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુણવત્તાયુક્ત માર્ગો બને તથા ત્રણ વર્ષની ડિફેક્ટ લાયેબલિટીની મર્યાદામાં આવતા માર્ગોનું રિસર્ફેસિંગ, રિપેરિંગ સંબંધિત ઇજારદાર (કોન્ટ્રાક્ટર) દ્વારા સત્વરે હાથ ધરાય તે માટે અધિકારીઓ કામગીરી પર સતત જાત નિરિક્ષણ કરે. અને ગુણવત્તાયુક્ત કામ થાય તે સુનિશ્ચિત કરે.

માર્ગોની સંપૂર્ણ વિગતો ઓનલાઇન કરવામાં આવે
મુખ્યમંત્રી એ રોડ રસ્તા મામલે વજણાવ્યું કે, નાણાના અભાવે જનતા જનાર્દનના આવા પાયાની સુવિધાના કામો અટકે નહીં તે માટે રાજ્ય સરકાર સ્થાનિક સત્તા તંત્રોની પડખે છે. તેમણે સ્ટેટ હાઇ વે, નેશનલ હાઇ-વે, મુખ્ય જિલ્લા માર્ગો તથા પ્લાન વિલેજ માર્ગોની સ્થિતિની પણ માર્ગ મકાન વિભાગના સચિવશ્રી અને ઉચ્ચ અધિકારીઓ સાથે સમિક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ સુચન કર્યું કે, માર્ગોની સંપૂર્ણ વિગતો ઓનલાઇન કરવામાં આવે જેથી નાગરીકોને પારદર્શી રીતે સમગ્ર કામગીરીનો ખ્યાલ આવી શકે. મુખ્યમંત્રીએ રાજ્યમાં વરસાદ રહી જાય કે ઓછો થાય કે તુરત જ સપ્ટેમ્બર મહિનાના પ્રથમ પખવાડીયામાં જ માર્ગ મરામતના કામો હાથ ધરાય અને નવરાત્રી સુધીમાં નગરો-મહાનગરોમાં માર્ગોની સ્થિતિ પૂર્વવત થઇ જાય તેવી સ્પષ્ટ સુચના આપવામાં આવી હતી.

    follow whatsapp