અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાતને હવે ગણતરીનો સમય બાકી છે ત્યારે તમામ પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ બાબતે આપ સૌથી આગળ છે. જો કે ભાજપ અને કોંગ્રેસ હજી સુધી ઉમેદવારો જાહેર કરવા બાબતે પાછળ છે. પરંતુ હવે ભાજપે પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજે અચાનક સી.આર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને દિલ્હીથી તેડું આવ્યું હતું.
ADVERTISEMENT
હિમાચલની જાહેરાત બાદ ગુજરાતમાં રાજકીય ગતિવિધિ વધી
આજે હિમાચલ પ્રદેશનીચૂંટણીની તારીખ જાહેર થઇ ચુકી છે. ત્યાં 12 નવેમ્બેર મતદાન છે અને 8 ડિસેમ્બરે પરિણામ છે. 8 ડિસેમ્બરે જ ગુજરાત અને હિમાચલના પરિણામ જાહેર થાય તેવી શક્યતા છે. ગત્ત વખતે પણ એવું જ થયું હતું. જેથી ચૂંટણી પંચ ચૂંટણી અલગ અલગ કરાવી શકે પરંતુ પરિણામ એક જ દિવસે જાહેર કરે તેવી શક્યતાઓ છે. તેવામાં અચાનક સી.એમ અને સી.આરની મુલાકાત ખુબ જ સુચક છે.
અમિત શાહ તમામ બાબતોની સમીક્ષા બાદ અંતિમ યાદી નક્કી કરાશે
અત્રે ઉલ્લેખનીય છે કે, અમિત શાહ ગુજરાતના ચાણક્ય છે. નાત-જાતના સમીકરણથી માંડીને પ્રભુત્વ અને દબદબાના ગણીતમાં તેઓ માસ્ટર છે. જેથી મુખ્યમંત્રી અને સી.આર પાટીલ સાથે બેઠક કરીને આજે ઉમેદવારોની યાદી ફાઇનલ કરે તેવી શક્યતા છે. ઉમેદવારોની તૈયારીઓ સહિતના મુદ્દાઓ પર પણ ચર્ચા થશે.
ADVERTISEMENT