અમદાવાદઃ અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા ભયાનક અક્સ્માતમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા 10 થઈ ગઈ છે. ગત રાત્રે વધુ એક વ્યક્તિનું મૃત્યુ થયું કે જેઓ ગુજરાત પોલીસનો એક હિસ્સો હતા. જેગુઆર કાંડમાં આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલના મામલામાં ઠેરઠેર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. તેવામાં આ મામલામાં નર્મદા જિલ્લાના આદિવાસી સમાજના નેતા છોટુ વસાવાએ ચોંકાવનારું નિવેદન કર્યું હતું. તથ્ય મામલે તેમણે સરકારને પણ ઘેરી હતી. તેમણે સરકારના જાતિ અને ધર્મના નામે અલગ અલગ માપદંડોને લઈને ઘા કર્યો હતો.
ADVERTISEMENT
સેલવાસની ડોકમંડી નદીમાં તણાઈને આવી કાર, પોલીસ થઈ દોડતી, ત્રણ વ્યક્તિ અંદર હોવાનું અનુમાન- Video
શું કહ્યું છોટું વસાવાએ?
છોટું વસાવાએ કહ્યું કે, તથ્યની જગ્યાએ તૈમુર હોત તો બુલ્ડોઝરે આજે ઘરનું કામ પુરુ કરી નાખ્યું હોત. અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર નબીરા તથ્ય પટેલે જેગુઆર કારથી 10 લોકોના ભોગ લીધા તે મામલે છોટુ વસાવાએ સોશ્યલ મીડિયા પર નિવેદન કર્યું હતું. જે નિવેદન લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
ઉલ્લેખનીય છે કે, પોલીસે જેગુઆર કાંડના બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટ પાસેથી પોલીસે તેમના પાંચ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. આ કોર્ટ કાર્યવાહી દરમિયાન સરકારી વકીલે એવું પણ કહ્યું હતું કે, આરોપી પોલીસને સહકારી આપી રહ્યા નથી. કોર્ટે આરોપી પ્રજ્ઞેશ પટેલને જ્યુડિશ્યલ કસ્ટડીમાં ધકેલ્યો છે. તથ્ય પટેલ અંગે કોર્ટ 3 દિવસના રિમાન્ડ માન્ય રાખ્યા છે. તથ્ય પટેલને લઈને કરવામાં આવેલી વકીલની સક્ષમ દલીલો અને પોલીસની કાર્યવાહીને જોતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ માન્ય રાખ્યા છે.
(ઈનપુટઃ નરેન્દ્ર પેપરવાલા, નર્મદા)
ADVERTISEMENT