Chhota Udepur News: છોટા ઉદેપુર જિલ્લાના નસવાડીમાં તાલિબાની સજાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પટ્રોલ ટેન્કરના ડ્રાઈવરે 15 લાખ રૂપિયા ચોરી કર્યા હોવાની આશંકા રાખી પંપના માલિકે તેને નિર્વસ્ત્ર કરીને માર માર્યો હતો. આટલું જ નહીં આરોપીએ ડ્રાઈવરના મોઢા પર પેશાબ કરીને તેને પેશાન પીવડાવ્યો હતો. આખરે ધારાસભ્ય વચ્ચે પડતા પોલીસે ફરિયાદ નોંધી હતી.
ADVERTISEMENT
ચોરીની આશંકાએ ડ્રાઈવરનું અપહરણ
વિગતો મુજબ, છોટા ઉદેપુરના નસવાડી નજીક આવેલા જય નારાયણ પેટ્રોલ પંપના માલિકે પેટ્રોલ ટેન્કરના ડ્રાઈવર પર 15 લાખ રૂપિયાના પેટ્રોલ અને ડીઝલની ચોરીનો આક્ષેપ લગાવીને તેને પેટ્રોલ પંપની ઓફિસમાં પુરી દીધો હતો. ત્યાર બાદ એક દિવસ પછી ડ્રાઈવરને કારમાં જબરદસ્તી બેસાડીને બોડેલી તાલુકાના તાડકાછલા ખાતે નારાયણ જીનમાં લઇ ગયેલા.
મોઢા પર પેશાબ કરીને પીવડાવ્યો
અહીં એક રૂમમાં ડ્રાઈવરને પૂરીને નિવસ્ત્ર કરીને ઢોર માર માર્યો હતો. આટલું જ નહીં તેને ત્રણ દિવસ સુધી જમવાનું અને પાણી પણ નહોતું આપ્યું. અપહરણકર્તાઓએ આટલાથી નહોતા અટક્યા, ત્રણેય આરોપીઓએ મળીને ડ્રાઈવરના મોઢામાં પેશાબ કરીને પીવડાવ્યો હતો.
ધારાસભ્યની મદદથી નોંધાઈ પોલીસ ફરિયાદ
ઉપરાંત તેને માર મારીને 15 લાખ રૂપિયાની ખંડણી તેના પરિવાર પાસે ફોન કરીને માંગી હતી. સમગ્ર મામલો સામે આવતા સતત બે દિવસથી મહિલાઓ અને ગ્રામજનો નસવાડી પોલીસ સ્ટેશનમાં મોટી સંખ્યામાં આવ્યા હતા. આખરે ભાજપના ધારાસભ્ય તેઓની સાથે આવ્યા હતા અને ફરિયાદ નોંધાવવામાં મદદ કરી હતી. ઘટનાના કારણે સમગ્ર નસવાડીમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. હાલમાં પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે.
ADVERTISEMENT