સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા પણ હવે બે તબક્કામાં લેવામાં આવશે, બંને કસોટીના ગુણના આધારે મેરિટ તૈયાર કરવામાં આવશે.
ADVERTISEMENT
તાંત્રિક અને બિન તાંત્રિક પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર
ગૌણ સેવા પસંદગી મંડળની તાંત્રિક અને બિન તાંત્રિક વર્ગ -3ની પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાંત્રિક અને બિન તાંત્રિક પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર અંગેનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ હવેથી મંડળ દ્વારા આ પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે.
સામાન્ય વહીવટી વિભાગે જાહેર કર્યો પરિપત્ર
પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સમગ્ર ભરતી પ્રક્રિયા ઝડપી બને અને સમયબદ્ધ કાર્યક્રમને અનુલક્ષીને ભરતી લક્ષ્ણાંકો પૂર્ણ થઈ શકે તેમજ પસંદગીનું ઊંચુ ધોરણ જાળવીને યોગ્ય ઉમેદવારોની સરળ રીતે પસંદગી થઈ શકે તે હેતુથી પ્રવર્તમાન પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવાની અને પરીક્ષા પદ્ધતિના બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી ટેસ્ટ રદ કરવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી. પુખ્ત વિચારણાને અંતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
બે તબક્કામાં લેવાશે પરીક્ષા
જે મુજબ પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે પ્રથમ તબક્કામાં તાર્કિક (30) અને ગાણિતિક (30) પરીક્ષા 60 માર્ક્સની લેવામાં આવશે. જ્યારે બીજા તબક્કામાં બંધારણ, વર્તમાન પ્રવાહો, ભાષાના ૩૦ માર્ક તથા સંબંધિત વિભાગો અને ઉપયોગીતાના 120 માર્ક એમ કુલ 150 માર્કનું પેપર રહેશે. બન્ને કસોટીના ગુણના આધારે મેરીટ બનાવવામાં આવશે. ખોટા જવાબના નેગેટિવ માર્કિંગ પણ રહેશે.
ADVERTISEMENT