Chandrayaan 3 : ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) પ્રમુખ એસ.સોમનાથે ગુરૂવારે કહ્યું કે, તેમના ચંદ્ર મિશન ચંદ્રયાન-3 ના રોવર પ્રજ્ઞાને તે કામ કર્યું છે. જે અત્યાર સુધીમાં કરે તેવી અપેક્ષા રખાઇ નહોતી. જો તે વર્તમાન નિષ્ક્રિય અવસ્થા (સ્લીપ મોડ) થી સક્રિય થવામાં નિષ્ફળ રહે છે તો કોઇ સમસ્યા નહી હોય. તે ગુજરાતના ગિર સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિર દર્શન કરવા ગયા હતા. અહીં તેમણે ખુશખબર આપ્યા હતા. સાથે પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય અંતરિક્ષ એજન્સી હવે એક્સપીઓસૈટ અથવા એક્સ-રે પોલરિમીટર ઉપગ્રહ પ્રક્ષેપણ માટે તૈયારી કરી રહ્યા છીએ. આ પ્રક્ષેપણ નવેમ્બર અથવા ડિસેમ્બરમાં કરવામાં આવી શકે છે.
ADVERTISEMENT
ISRO પ્રમુખ સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા
ચંદ્રમા પર હાલમાં પ્રજ્ઞાનના સુષુપ્તાવસ્થા અથવા નિષ્ક્રિય અવસ્થામાં સર્જાતી સ્થિતિ પર ઇસરો પ્રમુખે કહ્યું કે, ચંદ્રમા પર તાપમાન શૂન્યથી લગભગ 200 ડિગ્રી સેલ્સિયન નીચે જવા પર વધારે પ્રતિકુળ વાતાવરણના કારણે તેના ઇલેક્ટ્રોનિક સર્કિટ જો ક્ષતિગ્રસ્ત નહી થઇ હોય તો તે ફરીથી સક્રિય થઇ જશે. તેમણે કહ્યું કે, જો તે સક્રિય ન પણ થાય તો પણ સારુ છે, કારણ કે રોવરે તે કામ કરી દીધું જે તેમાં કરવાની અપેક્ષા કરવામાં આવી હતી. ઇસરોએ ગત્ત અઠવાડીયે કહ્યું હતું કે, ચંદ્ર પર સવાર થતાની સાથે જ ચંદ્રયાન-3 ના સૌર ઉર્જાસંચાલિત લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન સાથે સંપર્ક સ્થાપિત કરીને તેને ફરીથી સક્રિય કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી તેઓ વૈજ્ઞાનિક પ્રયાસોને શરૂ રાખી શકે.
વિક્રમ અને લેન્ડર અંગે આપ્યા મહત્વના સમાચાર
ચંદ્ર પર રાત થતા પહેલા લેન્ડર અને રોવર બંન્ને ક્રમશ ચાર અને બે સપ્ટેમ્બરે નિષ્કિય અવસ્થામાં જતા રહ્યા હતા. સોમનાથે આગામી મિશન અંગે કહ્યું કે, ઇસરો હવે એક્સપરીમેન્ટ અથવા એક્સરે પોલરિમીટર ઉપગ્રહ માટે તૈયારી કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, તે એક્સપોસૈંટ તૈયાર છે અને તેને અમારા પીએસએલવી રોકેટ દ્વારા પ્રક્ષેપિત કરવામાં આવશે. અમને અત્યાર સુધી કોઇ તારીખની જાહેરાત નથી કરી. જો કે તેનું પ્રક્ષેપણ નવેમ્બર અથવા ડિસેમ્બરમાં કરવામાં આવી શકે છે.
ADVERTISEMENT