Chandrayaan-3 ની ડિઝાનીંગ કર્યાનો દાવો કરનાર સુરતના મિતુલ ત્રિવેદી સામે હવે ક્રાઈમ બ્રાન્ચ કરશે તપાસ

Surat News: ચંદ્રયાન-3 (Chandrayaan-3) ની ડિઝાઈન કર્યાનો દાવો કરનાર સુરત (Surat) ના મિતુલ ત્રિવેદી (Mitul Trivedi) ના નિવેદન પછી ભારે ઉહાપોહ મચ્યો છે. ઈસરોમાં કામ…

gujarattak
follow google news

Surat News: ચંદ્રયાન-3 (Chandrayaan-3) ની ડિઝાઈન કર્યાનો દાવો કરનાર સુરત (Surat) ના મિતુલ ત્રિવેદી (Mitul Trivedi) ના નિવેદન પછી ભારે ઉહાપોહ મચ્યો છે. ઈસરોમાં કામ કરતા મિતુલના દાવાને સાબિત કરતા દસ્તાવેજો પણ હવે પોલીસે માગ્યા છે. આ મામલામાં જ્યારે ભારે ઉહાપોહ મચ્યો ત્યારે પોલીસ કમિશનર દ્વારા મિતુલ ત્રિવેદીને તેડુ મોકલવામાં આવ્યું હતું. જોકે જે તે સમયે તેમની કચેરી પરથી મિતુલ ત્રિવેદી મીડિયાના કેમેરાથી બચી છૂટી ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા. હવે આ મામલો સુરત ક્રાઈમ બ્રાન્ચ (Surat Crime Branch) ને તપાસ માટે સોંપવામાં આવ્યો છે.

મિતુલ પાસે માગ્યા પુરાવા

ચંદ્રયાન-3ની ડિઝાઈન કર્યાના દાવા કરનાર મિતુલ ત્રિવેદી સામે યોગ્ય તપાસ કરવાના આદેશ છૂટ્યા છે. આ કથિત સાયન્ટિસ્ટ સામે ડીસીપી હેતલ પટેલે તેની પુછપરછ કરવા શુક્રવારે કચેરી પર તેડુ મોકલ્યું હતું અને પોલીસ સમક્ષ હાજર થઈ મિતુલ ત્રિવેદીની પુછપરછ કરવામાં આવી હતી. દરમિયાનમાં મિતુલના અભ્યાસથી લઈને કામના અનુભવો અંગે પુછપરછ કરાઈ હતી. સાથે જ પોલીસે ઈસરો સાથે કામ કરતા હોવાના દસ્તાવેજો માગ્યા છે. એવા દસ્તાવેજો જે સાબિત કરી શકે કે મિતુલ ઈસરો સાથે જોડાયેલો છે.

Russia Ukraine war: પ્રિગોઝિનના મોત પછી ચેત્યા પુતિનઃ વૈગનર ફાઈટર્સ અને પ્રાઈવેટ આર્મીને લેવડાવી રહ્યા છે ‘નિષ્ઠાની શપથ’

મિતુલ ઘરેથી પણ રફુચક્કર

મીડિયા રિપોર્ટ્સ અનુસાર હાલ મિતુલ ત્રિવેદી પોતાનું ઘર બંધ કરી ગુમ થઈ ગયો છે. ફોન પર પણ હવે તેનો સંપર્ક થઈ રહ્યો નથી. મિતુલ ત્રિવેદીના દાવા કેટલા સાચા છે કેટલા ખોટા તે તો આવનારો સમય જ બતાવશે. જોકે હાલ આ મામલાને પોલીસ કમિશનરે તપાસ માટે ક્રાઈમ બ્રાન્ચને સોંપી દીધો છે. ક્રાઈમ બ્રાન્ચ હવે આ મામલે તપાસ કરીને સત્ય બહાર લાવશે કે મિતુલ ત્રિવેદી એક મહાઠગ છે કે પછી ઈસરોનો વૈજ્ઞાનિક કે જે ચંદ્રયાન 3ની ડિઝાઈનિંગ ટીમનો હિસ્સો હતો.

    follow whatsapp