અમદાવાદ : રાજ્યમાં દિવસેને દિવસે ક્રાઇમની ઘટનાઓમાં સતત વધારા થઇ રહ્યા છે. એવા અવાર નવાર કિસ્સાઓ સામે આવતા રહે છે કે, પોલીસના સતત પેટ્રોલિંગ વચ્ચે પણ બેફામ ક્રાઇમના કિસ્સાઓમાં વધારો થતો રહે છે. અમદાવાદના બોપલમાં લૂંટ વિથ ગેંગ રેપનો ચોંકાવનારો ચકચારી કિસ્સો સામે આવ્યો છે.
ADVERTISEMENT
અમદાવાદના બોપલમાં ગેંગરેપ
અમદાવાદના બોપલ વિસ્તારમાં નવા બની રહેલા ફ્લેટમાં એક મહિલા પર ચાર નરાધમ શખ્સોએ દુષ્કર્મ આચર્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અહીં ફ્લેટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતી મહિલા પર જ દુષ્કર્મ થયું છે. આ ઉપરાંત 1 લાખ રૂપિયાની લૂંટ ચલાવીને મહિલાને બંધક બનાવીને ગેંગરેપ ગુજાર્યો હોવાનું સામે આવતા પોલીસ પણ દોડતી થઇ હતી.
સાબરકાંઠા LCB દ્વારા ટ્રાવેલ્સમાંથી તમામ આરોપીઓને ઝડપી લેવાયા
સમગ્ર મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને સાબરકાંઠા LCB દ્વારા શકમંદોની અટકાયત કરવામાં આવી છે. સમગ્ર મામલે વધારે તપાસ આદરવામાં આવી છે. નબળી માનસિકવૃતી ધરાવતા શખ્સો હવે બેખોફ બન્યા છે. પોલીસનો ડર જ જાણે ખતમ થઇ રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઇ રહી છે. બીજી તરફ પોલીસ કમિશ્નર જણાવી રહ્યા છે કે, ક્રાઇમરેટમાં 1-2 ટકાનો થયેલો વધારો તે કોઇ વધારો ગણી ન શકાય. તેવી સ્થિતિમાં હવે ક્રાઇમ કઇ રીતે કાબુમાં આવશે તે મોટો સવાલ છે.
ADVERTISEMENT