Exclusive Interview: આદિવાસી યુવાનોની હત્યા મામલે ચૈતર વસાવા એક્શનમાં, જાણો આગામી ગેમ પ્લાન

Chaitar Vasava Exclusive Interview: ગુજરાત તક સાથેની વાતચીતમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી યુવાનોની હત્યા મામલે તેની આગામી રણનીતિ અંગે ચર્ચા કરી છે

 Chaitar Vasava

Chaitar Vasava

follow google news

Chaitar Vasava Exclusive Interview: કેવડિયા કોલોની ખાતે દેશનું એકમાત્ર આદિવાસી મ્યુઝિયમ 257 કરોડના ખર્ચે બની રહ્યું છે. ત્યારે ગત મંગળવારના રોજ રાત્રિના સમયે બે સ્થાનિક યુવકો સંજય તડવી અને જયેશ તડવી મ્યુઝિયમની બાંધકામની સાઈડ પર પહોંચ્યા હતા. આ દરમિયાન ત્યાં કામ કરતા 6 લોકોએ ચોરીની શંકા કરી તેમના પકડી હાથ-પગ બાંધી દીધા હતા.  જે બાદ કોન્ટ્રાક્ટરોએ ચોરીના બહાને બંને સ્થાનિક આદિવાસી યુવાનોને ઢોર માર માર્યો હતો. આ ઘટનામાં જયેશ શનાભાઈ તડવી બેભાન થઈ જતાં તેમને ગરુડેશ્વર સરકારી દવાખાને લઈ જવાયા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. તો સંજય ગજેન્દ્ર તડવીને રાજપીપળાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતો. જ્યાં સારવાર દરમિયાન તેમનું પણ મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ વ્યાપી ગયો હતો. આ મામલે આદિવાસી નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવા સાથે ગુજરાત તકે ખાસ વાતચીત કરી હતી... 

ગુજરાત તક સાથે ધારાસભ્ય ચૈતર વસાવા

ગુજરાત તક સાથેની વાતચીતમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ તેના આગામી પ્લાન અંગે મોટો ખુલાસો કર્યો છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું આદિવાસી પરિવારને ન્યાય મળશે કે શું? ત્યારે તેમણે સમગ્ર ઘટનાની જાણકારી આપતા જણાવ્યું કે, તેમણે 13 ઓગસ્ટની કેવડિયા ખાતે ન્યાય માટે ભેગા થવાની પરવાનગી માંગી હતી, જે ના મળતા હવે તેઓ આગામી 13 સપ્ટેમ્બરના રોજ હજારોની સંખ્યામાં કેવડિયા ખાતે ભેગા થઈને ન્યાયની માંગણી કરશે. સાથે જ આ મામલે એકઠું થવા તેમણે કોંગ્રેસ-આપને પણ જોડાવવા માટે આમંત્રણ આપ્યું  છે. એટલું જ નહીં તેમણે સમગ્ર ઇન્ટરવ્યૂમાં ઘણીબધી વાતચીત કરી જેમાં તેમણે સાંસદ મનસુખ વસાવાને જડબાતોડ જવાબ આપ્યા, લોકસભા ચૂંટણીમાં તેમના હારના કારણો પર વાત કરી અને ગઠબંધન બાદ પણ કોંગ્રેસના મુમતાઝ પટેલનો છેલ્લે સુધી સ્પોર્ટ ન મળ્યો તેના પર પણ ખુલીને ચર્ચા કરી છે. જુઓ ધારાસભ્ય ચૈતર વસાવાનો ગુજરાત તક સાથેનો Exclusive Interview

    follow whatsapp