રાજકોટ: ગુજરાતના પ્રવાસે આવેલા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ બે દિવસના રાજકોટની મુલાકાતે છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં બાબાના દિવ્ય દરબાર અને હનુમાનકથાનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે રાજકોટમાં રેસકોર્સ મેદાનમાં બાબાના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. મેદાન પર આવેલા ભક્તો તથા VIP મહેમાનો માટે સોફા અને ખુરશીઓ મોટી સંખ્યામાં મૂકવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
દિવ્ય દરબારમાં મૂકાયેલી ખુરશી બની પ્રસાદ!
જોકે પહેલીવાર કાર્યક્રમમાં મૂકવામાં આવેલી ખુરશીઓને પ્રસાદ ગણાવીને વેચવા માટે મૂકવામાં આવી હતી. દિવ્ય દરબારમાં ભાવનારા ભક્તો માટે હજારો ખુરશીઓ મૂકવામાં આવી હતી. આ ખુરશીઓ નવી નક્કોર હતી. કાર્યક્રમના ગેટ પર પ્રવેશ લેતા જ ત્યાં બેનરો લગાવવામાં આવ્યા હતા અને તેમાં પ્રસાદી લખીને ખુરશીની કિંમત રૂ.350થી 450 સુધી લખાઈ હતી.
350થી 450 સુધીમાં ખુરશીનું વેચાણ
આ સાથે મેદાન પર એક સ્ટોલમાં સતત ઓડિયો વગાડવામાં આવી રહ્યો હતો. જેમાં દિવ્ય દરબારમાં રાખેલી ખુરશીઓ બાલાજીનો આશીર્વાદ હોવાનું કહીને પ્રસાદ રૂપે તેને ઘરે લઈ જવા કહેવાયું હતું. આ ખુરશીમાં એક રૂ.350ની અને બીજા રૂ.450ની હોવાનું કહેવાયું હતું. ખાસ વાત એ છે કે ખુરશી દિવ્ય દરબારમાં ભક્તો માટે મૂકાઈ છે. ત્યારે અન્ય કોઈ વ્યક્તિ બેઠી હોય તેવી ખુરશીને પણ પ્રસાદના નામે વેચીને તેમાંથી કમાણી કરવાનો ઉત્પાદકનો ઉપાય લોકોને પણ ગળે ઉતર્યો નહોતો.
ADVERTISEMENT