અમદાવાદ : ગુજરાતમાં જે પ્રકારે ક્રાઇમનો રેકોર્ડ વધી રહ્યો છે ટુંક જ સમયમાં તે યુપી કે બિહારને ટક્કર આપે તો પણ નવાઇ નહી. ખાસ કરીને અમદાવાદમાં જે પ્રકારે ક્રાઇમમાં જે પ્રકારે વધારો થઇ રહ્યો છે તેને જોતા ગુજરાતનું ક્રાઇમ કેપિટલ અમદાવાદ બનવા જઇ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ પોલીસ કમિશ્નર પણ ગુનાના વધી રહેલા ગ્રાફ અંગે 2-5 ટકા ક્રાઇમ વધવું તે કોઇ મોટો ફેરફાર નહી હોવાનું જણાવી ચુક્યાં છે.
ADVERTISEMENT
ગુજરાતમાં અને અમદાવાદમાં કાયદો વ્યવસ્થાના ધજાગરા
હવે મંત્રીઓ અને અધિકારીઓ પણ સુરક્ષીત નથી તેવા અનેક કિસ્સા પ્રકાશમાં આવી ચુક્યાં છે. જો કે આજે ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા સ્વ. અશોક ભટ્ટના દિકરી અને હાલ ભાજપના નેતા પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટની બહેન જ ચેઇન સ્નેચિંગનો ભોગ બન્યા હતા. અત્રે નોંધનીય છે કે, સ્વ. અશોક ભટ્ટ ગુજરાત સરકારમાં સ્વાસ્થય મંત્રી પણ રહી ચુક્યા છે. આ ઉપરાંત તેઓ કાયદો અને વ્યવસ્થા મંત્રી પણ રહી ચુક્યા છે. ત્યાર બાદ તેઓ ગુજરાત વિધાનસભાના સ્પીકર પણ રહી ચુક્યા છે.
નારણપુરા જેવા પોશ વિસ્તારમાં ચેઇન સ્નેચિંગ થતા ચકચાર
બે ચેઇન સ્નેચર દ્વારા ભટ્ટના બહેનના ગળામાંથી ચેઇન ખેંચીને ભાગી છુટ્યા હતા. નારણપુરા વિસ્તારમાં ચેઇન સ્નેચિંગની ઘટના બનતા ચકચાર મચી ગઇ હતી. પોલીસ પણ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ દોડતી થઇ હતી. જો કે હાલ તો ગુજરાત અને ખાસ કરીને અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા અંગે સવાલો ઉઠી રહ્યા છે. નેતાઓ કે તેમનો પરિવાર પણ સુરક્ષીત નથી તેવામાં સામાન્ય માણસ સાથે તો શું થતું હશે તે વિચારવું જ રહ્યું.
(વિથ ઇનપુટ અતુલ તિવારી)
ADVERTISEMENT