CET Gnanasetu Scholarship: રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપતી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષાના પરિણામને લઈ એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર, CET, સ્કોલરશીપ પરીક્ષાના પરિણામ પરિણામ પણ બોર્ડના પરિણામની સાથે જ ચૂંટણી બાદ જાહેર થશે. પરિણામની સાથે મેરિટ લિસ્ટ પણ જાહેર કરવાનું હોવાથી આ પ્રક્રિયામાં વિલંબ જોવા મળી શકે છે. જેથી હાલની સ્થિતિને જોતાં આ પ્રક્રિયા ચૂંટણી પછી જ શરૂ થાય થશે.
ADVERTISEMENT
શા માટે પરિણામમાં વિલંબ?
રાજ્ય પરીક્ષા બોર્ડ રાજ્યની મોડેલ સ્કૂલોમાં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા અને જ્ઞાન સેતુ શિષ્યવૃત્તિ યોજના માટેની મેરિટ ટેસ્ટનું પરિણામ લોકસભાની ચૂંટણી પછી જ જાહેર કરે તેવી શક્યતા છે. રાજ્યની પ્રોજેક્ટ શાળાઓમાં એડમિશન માટે 30 માર્ચે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) અને સ્કોલરશીપ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહત્વની વાત છે કે, મૂલ્યાંકનની કામગીરી પણ નક્કી કરેલા સમયમાં પૂર્ણ કરી દેવામાં આવી છે પરંતુ આચારસંહિતાના કારણે પરિણામ જાહેર કરવાની કાર્યવાહીમાં વિલંબ જોવા મળી રહ્યો છે. શિક્ષણ વિભાગના ડેટા અનુસાર, બંને ટેસ્ટ માટે 13.14 લાખ રજિસ્ટ્રેશન મળ્યા હતા. ડેટા દર્શાવે છે કે મોડેલ સ્કૂલમાં પ્રવેશ માટે 7.12 લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ 1.78 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા ન આપી. જયારે શિષ્યવૃત્તિ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવનારા લગભગ 1.36 લાખ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.
બોર્ડના પરિણામની આતુરતાથી રાહ જોતા વિદ્યાર્થીઓ માટે મોટી ખબર, જાણો ચૂંટણી બાદ ક્યારે આવશે રીઝલ્ટ!
શું છે આ સ્કોલરશીપ?
આ સ્કોલરશીપ વિષે વાત કરવામાં આવે તો માર્ચ મહિનાના અંતિમ અઠવાડિયામાં આયોજિત આ પરીક્ષામાં રાજ્યભરના ધોરણ પાંચ પૂર્ણ કરેલ અને ધોરણ 8 પૂર્ણ કરેલ 12 લાખ કરતા પણ વધારે વિદ્યાર્થીઓએ હાજર રહ્યા હતા. આ સ્કોલરશીપ અંતર્ગત વિદ્યાર્થીઓને 6 હજારથી 25 હજાર સુધીની સહાય આપવામાં આવે છે.
પોલીસ ભરતી માટે અરજીનો સમયગાળો સમાપ્ત, ધો.12ના વિધાર્થીઓ માટે શું છે ખાસ?
બોર્ડનું પરિણામ ક્યારે આવશે? (Gujarat board result updates)
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામને લઈને પણ એક માહિતી સામે આવી હતી. અગાઉ એવું કહેવામાં આવી રહ્યું હતું કે બોર્ડની પરીક્ષાના પરિણામ લોકસભાની ચૂંટણીના કારણે એપ્રિલ મહિના અંતિમ દિવસોમાં આવી જશે. જોકે, હવે આ મામલે માહિતી મળી રહી છે કે પરિણામ ચૂંટણી બાદ ૧૫મી મેની આસપાસ જાહેર થાય તેવી શક્યતા છે.
ADVERTISEMENT