બોલો… હવે સીમેન્ટના ટેન્કરમાં પણ દારુ! ખેડમાં ઝડપાયો 49.32 લાખનો વિદેશીદારુનો જથ્થો

હેતાલી શાહ.આણંદઃ ગાંધીના ગુજરાતમા દારૂની હેરાફેરી જાણે કે હવે સામાન્ય બનતી જઈ રહી છે. રોજ બુટલેગરો બિન્દાસ બની દારૂની હેરાફેરી કરવા માટે અવનવી તરકીબો અપનાવી…

gujarattak
follow google news

હેતાલી શાહ.આણંદઃ ગાંધીના ગુજરાતમા દારૂની હેરાફેરી જાણે કે હવે સામાન્ય બનતી જઈ રહી છે. રોજ બુટલેગરો બિન્દાસ બની દારૂની હેરાફેરી કરવા માટે અવનવી તરકીબો અપનાવી રહ્યા છે. પણ પોલીસ આવા બુટલેગરો સામે જાણે પડકાર બનીને ઊભી હોય એમ એક બાદ એક બુટલેગરોની તરકીબોને નાકામ કરી રહી છે. આજે ખેડા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે રાજસ્થાન પાસીંગની બંધ બોડીની સીમેન્ટ વહન કરતી ટેન્કરમાંથી 49.32 લાખનો વિદેશીદારૂનો જથ્થો ઝડપી પાડી બુટલેગરોની દારૂની હેરાફેરી માટેની આ નવી તરકીબ પર પાણી ફેરવી દીધુ છે.

સીમેન્ટના ટેન્કરમાં ડોકીયું કરતાં જ આંખો ફાટી ગઈ
ખેડા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચના ટીમને માહિતી મળી હતી કે, એક વંડર સીમેન્ટ વાહન ટાટા ટેન્કર નંબર આર.જે.૨૭.જી.ઇ.૨૬૩૯ ની નડિયાદથી વડોદરા તરફ એક્સપ્રેસ હાઇવે ઉપર જવાનું છે. જેમા વંડર સીમેન્ટની ટેન્કરમાં ભારતીય બનાવટનો પરપ્રાંતનો વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે. જે વિગતોના આધારે પોલીસ બાતમીવાળા સ્થળ પર પહોંચી ટાટા સીમેન્ટ ટેન્કરની વોચમાં ખાનગી વાહનમાં બેસી રાહ જોઈ હતી. આ જગ્યા નડિયાદ એક્સપ્રેસ વે ઉપર આણંદ તરફ જતા ઉત્તરસંડા ચકલાસી ઓવરબ્રીજની પાસે હતી. દરમિયાન ચકલાસી ઓવરબ્રીજની પાસે કેવલનગર તાબે ચકલાસી સીમ પીલ્લર નંબર-૧૫ નજીક જતા પ્રાપ્ત માહિતી પ્રમાણેની નંબરવાળી ટાટા ટૅન્કર રનીંગમાં હતી. જેથી ચાલુ ગાડીએ પોલીસે હાથનો ઇશારો કરી ટેંન્કરને રોકાવી સાઇડમાં કરાવી અને ટેન્કરના કેબીનમાં જોતા ડ્રાઇવર બેઠો હતો. જેની પાસે ગાડી બંધ કરાવી ગાડીમાંથી નીચે ઉતારી તેનું નામ ઠામ પુછતા તેણે પોતાનું નામ વિરેન્દ્રકુમાર રામસ્વરૂપ કાનારામ જાટ હોવાનું જણાવ્યું હતું. જે રાજસ્થાનના સીકર જિલ્લાનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. બાદમાં વંડર સીમેન્ટ વાહન ટાટા કંપનીની ટેન્કરમાં પોલીસે તપાસ કરતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. કારણ કે, ટેન્કરમાં ભારતીય બનાવટની પરપ્રાંતની વિદેશી દારૂની મોટી ૯૮૬૪ નંગ બોટલો ભરેલા બોક્સ મળી આવ્યા હતા. જેની કિંમત રૂપીયા ૪૯,૩૨,૦૦૦ જેટલી થાય છે. પોલીસે ડ્રાઈવર વિરેન્દ્રકુમારની તલાસી લેતા તેની પાસેથી રોકડા ૧૦૦૦ રૂપીયા તથા એક 5 હજાર રૂપીયાનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જેને લઈ પોલીસે દારૂનો જથ્થો, રોકડ રકમ, મોબાઈલ તથા 10 લાખ રૂપીયાની ટાટા ટેન્કર મળી કુલ રૂપીયા 59 લાખ 38 હજાર રૂપીયાનો મુદ્દામાલ જપ્ત કરી ડ્રાઇવરની વધુ પુછપરછ હાથ ધરી હતી.

જ્ઞાન સહાયક યોજનાના વિરોધમાં યુવાઓ ગાંધીનગર પહોંચ્યા, પોલીસની સામે જ રામધૂન બોલાવી

 

પુછપરછમાં ડ્રાઈવરે જણાવ્યું કે, આ દારૂનો જથ્થો રાજસ્થાનના મેવાડ જિલ્લાના તાવડુનો રહેવાસી સામીરખાન આબીદખાને મોકલ્યો છે. જેને લઈ ખેડા એલસીબી પોલીસે બન્ને ઈસમો સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી ટેન્કરના ચાલકની અટકાયત કરી દારૂનો જથ્થો મોકલનાર સમીરખાનને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

    follow whatsapp