રાજકોટઃ રાજકોટના રીબડા ગામ નજીક આવેલી SGVP ગુરુકુળમાં ધો. 10માં ભણતા એક વિદ્યાર્થીને હાર્ટ એટેક આવતા તેનું મૃત્યુ થયું છે. તેને ક્ષણવાર પણ થઈ નથી કે તે અચાનક એટેક આવતા ઢળી પડ્યો હતો. જ્યારે તેને હોસ્પિટલ લઈ ગયા ત્યાં ફરજ પરના તબીબે તેને તપાસતા જ મૃત જાહેર કર્યો હતો. પરિવાર માટે આ કેટલી પીડા આપનારી ઘટના છે કારણ કે જે સંતાનને નાનપણથી ઉછેરતા ઉછેરતા તેની સાથે ગાળેલો સમય, તેની બાબતોમાં લીધેલો નિર્ણય, તેના હસવા અને રડવાથી લઈ ઘણા સ્મરણો પળ વારમાં એક દુખદ યાદ બનીને રહી ગયા છે. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે જેને જોઈને કોઈ પણ કહી ના શકે કે આ વિદ્યાર્થી હાલ નાદુરસ્ત છે. તે પોતાનું કામ કરી રહ્યો હતો. અન્ય સહપાઠીઓ સાથે વાત કરી રહ્યો હતો, તેમની મદદ કરી રહ્યો હતો અને અચાનક તેનું મૃત્યુ થાય તે માની શકાય તેમ નથી.
ADVERTISEMENT
કચ્છઃ ચિત્રોડ હાઈવે પર ગમખ્વાર અકસ્માતઃ 20થી વધુ વ્યક્તિ ઘાયલ, 5ની હાલત ગંભીર
તબીબે કહ્યું, નાનપણથી જ હતી બિમારી અને આજે…
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ અટેકથી મૃત્યુના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ક્રિકેટ રમતા, વાહન ચલાવતા, પાર્કિંગમાં શાંતિથી બેસેલા, અભ્યાસ કરતા, બાથરૂમમાં ન્હાતા કે માથે ભારો લઈને જતા અન્ય રીતે એક બાદ એક મોતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ દરમિયાન વધુ એક હાર્ટ એટેકથી મોતની ઘટના સામે આવી છે. રાજકોટના રીબડા ગામ નજીક આવેલ SGVP ગુરુકુળમાં ધોરણ 10 માં અભ્યાસ કરતો દેવાંશ ભાયાણી નામનો વિદ્યાર્થી સ્ટેજ પરથી ઢળી પડ્યો હતો. વિદ્યાર્થીને બેભાન હાલતમાં તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીના મૃતદેહને PM માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ પ્રાથમિક તારણ જણાવતા કહ્યું હતું કે વિદ્યાર્થીને નાનપણથી હૃદયનું ભાર વધવાની બીમારી હતી. તેમજ આજે હૃદયનો ભાર એકાએક વધી જતા હાર્ટ એટેક આવ્યો હોવાનું પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે. જોકે વિદ્યાર્થીના મોત પાછળ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સાચી હકીકત બહાર આવશે.
ઘટનાના સીસીટીવી આવ્યા સામે
આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા. જેમાં વિદ્યાર્થી પોતાના કામમાં વ્યસ્ત હતો અને ક્ષણવારમાં તે અચાનક માથું નીચે નમાવી દે છે. તેની સાથે રહેલા અન્ય વ્યક્તિ કાંઈ સમજે તે પહેલા જ તે ત્યાં જ ઢળી પડે છે. અચાનક ઢળી પડેલા વિદ્યાર્થીને બાદમાં તુરંત હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જોકે તેનો જીવ બચી શક્યો ન્હોતો.
(ઈનપુટઃ નીલેશ શિશાંગિયા, રાજકોટ)
ADVERTISEMENT