ગોધરાઃ મોરવા હડફમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા કૂતરાઓને માર મારીને દોરડાથી બાંધી દેવાના ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા છે. માણસ દ્વારા કેટલી ક્રૂરતાથી અબોલ જીવ સાથે વર્તન કરવામાં આવી રહ્યું છે તે જોઈ રીતસર લોકોમાં આ શખ્સો માટે ફિટકાર વરસ્યો હતો. ઘટનાના સીસીટીવી હાલ સોશ્યલ મીડિયા પર પણ ફરતા થઈ ગયા છે.
ADVERTISEMENT
દ્વારકા મંદિરમાં નોટો ઉડાવવાનો વિવાદ ઉગ્ર બન્યો, ક્ષત્રિય વાઘેર સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો- Video
કાર્યવાહીની હિલચાલ ચાલુ
માણસ અન્ય જીવો પર હંમેશા દમન કરતો આવ્યો છે. જંગલો ધીમે ધીમે ઘટી રહ્યા છે અને હવે મોટા ભાગે સૃષ્ટીના જીવો અને ઘણાના તો અસ્તિત્વો પર પણ ઘાત બેસી ગઈ છે. ઘણી પ્રજાતિઓ લુપ્ત થઈ ગઈ છે તો ઘણી લુપ્ત થવાના આરે છે. ગુજરાતમાં અવારનવાર માણસની પ્રાણીઓ કે પક્ષીઓ માટેની ક્રૂરતાના ઘણા દ્રષ્યો જોવા મળ્યા છે. લોકો અબોલ જીવો સાથે ઘણી વખત એટલી ક્રૂરતા કરી બેસે છે કે તેની કોઈ હદ રહેતી હોતી નથી. હાલમાં મોરવા હડફના એક સીસીટીવી સોશ્યલ મીડિયામાં ફરતા થયા છે. જે જોયા પછી જીવદયા પ્રેમીઓના જીવ ધ્રુજી ગયા છે. આ સીસીટીવીમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા કૂતરાઓને માર મારીને દોરડાથી બાંધી દેવામાં આવી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. જેના પછી જીવદયા પ્રેમીઓ દ્વારા પોલીસ મથકે આ મામલાની જાણ કરવામાં આવી હતી. આ અંગે હવે કાર્યવાહીની હિલચાલ શરૂ થઈ છે.
(ઈનપુટઃ શાર્દૂલ ગજ્જર, ગોધરા)
ADVERTISEMENT