CCTV: બમ્પ કુદતા જ STની પાછળની બારીમાંથી લોકો નીચે પટકાયા, વિકાસના પાલવમાં તકલાદી ટ્રાન્સપોર્ટ

દર્શન ઠક્કર.જામનગરઃ આપણી ટ્રાન્સોપોર્ટ સેવાનું તંત્ર એટલું ખાડે ગયું છે કે વિકાસની વાતો કરવી પણ હવે હાસ્યાસ્પદ લાગે છે. સલામત સવારીનું માત્ર આકર્ષક સૂત્ર આપ્યું…

CCTV: બમ્પ કુદતા જ STની પાછળની બારીમાંથી લોકો નીચે પટકાયા, વિકાસના પાલવમાં તકલાદી ટ્રાન્સપોર્ટ

CCTV: બમ્પ કુદતા જ STની પાછળની બારીમાંથી લોકો નીચે પટકાયા, વિકાસના પાલવમાં તકલાદી ટ્રાન્સપોર્ટ

follow google news

દર્શન ઠક્કર.જામનગરઃ આપણી ટ્રાન્સોપોર્ટ સેવાનું તંત્ર એટલું ખાડે ગયું છે કે વિકાસની વાતો કરવી પણ હવે હાસ્યાસ્પદ લાગે છે. સલામત સવારીનું માત્ર આકર્ષક સૂત્ર આપ્યું છે પરંતુ સલામતીનો વહેમ મનમાંથી કાઢી નાખે તેવી ઘણી ઘટનાઓ પણ સામે આવી છે. સલામત સવારી એવી એસટી બસમાંથી જામનગર ધ્રોલની બસમાં અચાનક કાચ તૂટી જતા બે વિદ્યાર્થીઓ નીચે પટકાયા હતા. ચોંકાવનારી વાત એ છે કે બસનો પાછળનો કાચ તૂટ્યો હતો. ઘટના સાંભળવામાં જ વિચિત્ર લાગે છે. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. તે સીસીટીવી જોયા પછી ઘણું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. આવો જુઓ આ સીસીટીવી.

ધ્રોલ -જોડિયા -જામનગર રૂટની બસમાંથી બે વિધાર્થી નીચે ખાબક્યાની ઘટના સામે આવી છે. બસમાં 125 લોકો સવાર હોવાની મુસાફરોમાં ચર્ચા જાગી હતી. બસનો પાછળનો કાચ તૂટી જતા બે વિધાર્થી એસ ટી બસમાંથી નીચે ખાબક્યા છે. હાલ બંને વિધાર્થીઓને સારવાર અર્થે જી જી હોસ્પિટલમાં લવાયા છે. ઇજાગ્રસ્તો માં પિંગળ દુષયતસિંહ પ્રતાપ સિંહ રહેવાસી કુનન્ડ ગામ,ઉંમર વર્ષ 20 અને જાડેજા હરદિપસિહ પબુભા રહેવાસી ખીરી ગામ ઉમર વર્ષ 18, બંને વિદ્યાર્થી જામનગરની કોલેજમાં અભ્યાસ કરતા હતા. તેઓ જામનગર આવી રહ્યા હતા તે દરમિયાન જામનગરના ગુલાબ નગરમાં દેવિકા પાન પાસે અકસ્માત સર્જાયો છે. એસટી બસે બમ્પ કુદાવવા એકાએક બ્રેક મારતા આ અકસ્માતમાં બસનો પાછળનો કાચ તૂટી જતા બે વિદ્યાર્થી નીચે ખબકયા છે. જો કે સદનસીબે મુખ્ય માર્ગ પર પાછળથી કોઈ વાહન ન આવતું હોવાથી જાનહાની સર્જાઈ ન હતી. બંને વિદ્યાર્થીને હાથ અને માથાના ભાગે ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. જોકે અહીં સવાલ એ પણ ઊભો થાય છે કે એવા તો કેટલા ખીચોખીચ મુસાફરો ભરવામાં આવ્યા હશે? આ ઘટનામાંથી ઘણું બધું તપાસવા જેવું ખરું, આ ઘટનામાં આપણી ટ્રાન્સપોર્ટ સેવામાં વપરાતી બસની ક્વોલીટી, તેની માવજતો, લોકોની સલામતી માટે બમ્પ શું યોગ્ય ધારાધોરણો પ્રમાણેના આપણે રાખીએ છીએ? આપણે કેમ હજુ આટલા વર્ષો પછી પણ બસમાં ખીચોખીચ મુસાફરી કરવી પડે છે? જ્યાં ખાનગી ટ્રાન્સપોર્ટર્સ ખુબ કમાય છે તો સરકારી ટ્રાન્સપોર્ટ સેવામાં ખોટ કેમ આવતી હોય છે?

    follow whatsapp