નવી દિલ્હી : દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાને લઇને અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભામાં એક નિવેદન આપ્યું હતું. જેના કારણે હાલ ગુજરાતની રાજનીતિ ગરમાઇ ચુકી છે. ભાજપને પણ પરસેવો વળી રહ્યો છે. કેજરીવાલે આજે વિધાનસભામાં જણાવ્યુ કે, મનિષ સિસોદિયાના ઘરે દરોડા પાડ્યા તેના કારણે ભાજપને ફાયદો થાય કે ન થાય અમને ખુબ જ ફાયદો થયો છે. સીબીઆઇ દ્વારા સર્ચ ઓપરેશન 14 કલાક સુધી સર્ચ કર્યું હતું. 6-7 કલાક પુછપરછ કરી અને કાંઇ પણ મળ્યું નહી. જેથી ભાજપને ફાયદો ન થયો પરંતુ અમને જરૂર થયો. ગુજરાતના અમારા વોટશેરમાં 4 ટકાનો વધારો થઇ ગયો છે.
ADVERTISEMENT
મારી ભાજપને અપીલ છે કે રેગ્યુલર દરોડા પાડવામાં આવે
હું તો કહું ભાજપ રેગ્યુલર દરોડા પાડતું રહે. જેથી અમારા વોટશેરમાં વધારો થતો રહે. બીજુ કે ભાજપ ગમે તેટલા ધમપછાડા કરે કંઇ પણ મળવાનું નથી. તેથી ઇડી અને સીબીઆઇ સહિત જેટલી એજન્સીઓ હોય તે અમારા પર જ લગાવી દેવી જોઇએ. હું તો કઉ છું અમારી ધરપકડ પણ કરી લો એટલે અમારા વોટશેરમાં 6 ટકાનો વધારો થઇ જાય. આજે ગુજરાતમાં બે જ પાર્ટીઓ છે. એક છે કટ્ટર ઇમાનદાર પાર્ટી અને બીજી કટ્ટર બેઇમાન પાર્ટી છે.
અભણ નેતાઓની ભ્રષ્ટાચારી પાર્ટી દેશને બાનમાં લેવાનો પ્રયાસ કરી રહી છે
એક અમારી પાર્ટી છે જે દેશના વિકાસ માટે અને આગળ વધારવા માટે મહેનત કરી રહી છે. જાહેર જનતાનું હિત થાય તે માટે શાળાઓ અને હોસ્પિટલો બનાવી રહી છે. જ્યારે બીજી છે કટ્ટર બેઇમાન પાર્ટી છે જેના અડધાથી ઉપરના નેતાઓ બેઇમાન છે. અશિક્ષિત છે. દેશમાં માત્ર ધર્મના નામે લોકોને લડાવે છે અને ભ્રષ્ટાચાર કરીને પોતાના જ ખીચાઓ ભરે છે.
ADVERTISEMENT