અમદાવાદ : CBI દ્વારા રવિવારે દિલ્હીના ડેપ્યુટી CM મનીષ સિસોદિયા વિરુદ્ધ લુકઆઉટ નોટિસ ઇશ્યુ કરવામાં આવી છે. સિસોદિયા ઉપરાંત 13 અન્ય લોકો વિરુદ્ધ પણ આ નોટિસ ઇશ્યુ કરવામાં આવી છે. આ લોકોને ન માત્ર દેશ નહી છોડવા માટે ઇન્કાર કરી દેવામાં આવ્યો છે પરંતુ ગમે ત્યારે આ લોકોની ધરપકડ પણ થઇ શકે છે. જેના કારણે આજના સિસોદીયાના ગુજરાત પ્રવાસ પર પણ લટકતી તલવાર છે. જો આમ થાય તો આપનું ઘણુ મોટુ આયોજન કરવામાં આવ્યું તે ભાંગી પડે તેવી શક્યતા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT