રોનક જાની/નવસારી: નવસારી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં જ નવસારી તાલુકામાં 4 ઈંચ, જલાલપુરમાં 4.5 ઈંચ, ગણદેવીમાં 5 ઈંચ, ચીખલીમાં 4 ઈંચ, ખેરગામમાં 4.7 ઈંચ તો વાંસદામાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. આ વચ્ચે જલાલપુરમાં કાર ચાલકની ગંભીર બેદરકારીના કારણે ચાર લોકોનો જીવ જતા જતા બચી ગયો.
ADVERTISEMENT
જલાલપુરમાં મંદિર ગામ રેલવે અંડરપાસમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા હતા. જોકે તેમ છતાં કાર ચાલક દ્વારા જીવ જોખમમાં મૂકીને ત્યાંથી જવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જેમાં કારમાં સવાર ડ્રાઈવર તથા મહિલાઓ સહિત 4 લોકો ફસાઈ ગયા હતા. આખી કાર ગરનાળામાં ડૂબી જતા સ્થાનિક યુવકો તેમની મદદે દોડી આવ્યા હતા. તો ફાયરની ટીમને બોલાવીને કાર પાણીમાંથી બહાર ખેંચવી પડી હતી. ભારે જહેમત બાદ તમામનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું.
ADVERTISEMENT